________________
ચુરમાં ધર્મપ્રભાવ
: ૨૨૭ :
ઉપકાર છે. આ૫ ૩૩ વર્ષે પધાર્યા છે. અહીં સંવેગી સાધુ ભાગ્યેજ પધારે છે. ગુજરાત-સૌરાષ્ટ્ર અને પંજાબ તે સાધુએથી ભાગ્યેજ વંચિત રહે છે પણ આ સ્થલી પ્રદેશમાં સાધુના દર્શન દુર્લભ થઈ ગયાં છે. ગુરૂદેવ ! ઉપદેશ વિના ધર્મપ્રચાર અને ધર્મ સંસ્કાર કયાંથી ટકે ! નવયુવકેએ પણ પ્રાર્થના કરી. કુચેરામાં ધર્મજાગૃતિ આપશ્રી લાવ્યા છે. અમારા હૃદયમાં ધર્મપ્રેમ થોડો ઘણે છે તેને યોગ્ય સિંચન નહિ મળે તે ધમને આ બગીચે સુકાઈ જશે.” આચાર્યશ્રીને આ દર્દભર્યા વચનથી દુઃખ થયું. સ્થલી પ્રદેશમાં ધર્મપ્રચારની ભારે જરૂર છે અને જ્યારે મુનિરાજના દર્શન પણ ન થાય તે ધર્મ જાગૃતિ અશકય છે. ચૂરૂના શ્રી સંઘને વચન આપ્યું હતું તેથી બીજે ઉપાય નહોતે પણ થડા વધારે દિવસ સ્થિરતા કરી ધમઉપદેશ આપી બધાના મન સંતોષી વિહાર કર્યો.
જેઠ મહિને. કહે મારું કામ, ગરમી તે સવારથી સાંજ સુધી ગરમ હવા ફેંકતી. મોટા મોટા કોસેને વિહાર તે ઉગ્ર હતું. પાણીથી જ સંતોષ માનવાને. તે પણ કઈ કે. જગ્યાએ મળતું નહિ. આવી પરિસ્થિતિમાં આપણું ચરિત્ર નાયક તે ગીની જેમ શાંતિ અને સહનશીલતાની મૂતિસમા ચાલ્યા જતા હતા. કઈ કઈ ગામ તે એવા આવતા કે જૈનધર્મ પાળવાને દાવ કરનાર, પિતાને ભગવાન મહાવીરના પુત્રે કહેવડાવનાર, સામાયિક-પ્રતિક્રમણ જાણનાર ધર્મના જનૂનથી સંવેગી સાધુને રેટી-દાળ તે શું, છાશ પણ નહિ અરે, પણ પણ નહિ. આ સ્થલી પ્રદેશની દશા જોઈ આપણા ચરિત્ર નાયક તે સમસમી ઉઠ્યા. આવા પરિસિહા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com