________________
યોગીરાજ સાથે જ્ઞાનગોષ્ટિ
(૩૮) “કૃપાળુ! આપ ઘણા સમયે પધાર્યા છે. આ વખતે તે કૃપા કરી અને ચાતુર્માસ કરો અને આપના અમૃતવચનેથી અમને તૃપ્ત કરે. ખંભાતના નગરશેઠે વિનતિ કરી.
ભાગ્યશાળી ! તમે જાણે છે થાણામાં નૂતન છનાલયનું કામ ચાલે છે છતાં સ્થલીના પ્રદેશમાં આજે પરિસ્થિતિ વણસતી જાય છે. કોઈ મુનિ મહારાજને વિહાર તે તરફ ન હવાથી ત્યાંના લેકેમાં જાગૃતિ નથી. આપણા ગૂજરાતમાં તે જગ્યાએ જગ્યાએ મુનિ મહારાજેની જોગવાઈ મળી રહી છે પણ સ્થલી પ્રદેશમાં કે કોઈ ભાગ્યે જ જાય છે. સૂરના ભાઈઓને અત્યંત આગ્રહ છે વળી ત્યાંના એસવાળે ધર્મ શ્રદ્ધાથી ડગતા જાય છે.” આચાર્યશ્રીએ સ્થલી પ્રદેશની પરિસ્થિતિ સમજાવી.
“સાહેબ! ત્રણ ત્રણ વર્ષથી અમારી વિનતિ છે. આપણી એક ચાતુમસ કરી સ્થલી પધારોઅહીં પણ ધર્મ કાર્યો થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com