________________
ગીરાજ સાથે જ્ઞાનેગેષ્ટિ
* ૨૨૭ રે
આ સુભગ મિલન જોઈને ખંભાતના આબાલવૃદ્ધના આનદની સીમા નહતી. બધાના મનમાં એકજ વિચાર આવવા લાગ્યા. આ રીતે મધુરાં મિલન આચાર્ય આચાર્ય વચ્ચે અને સાધુ મુનિરાજે તેમજ સાધ્વીજી મહારાજના યોજાય તે જૈન સમા જના કેટલા પ્રશ્નો આપોઆપ ઉલ્લી જાય. જૈન સમાજની છિન્નભિન્ન દશાને અંત આવે. સંગઠન અને ઐક્યતાનું વાતાવરણ સજી શકાય. - શ્રી રામતી શ્રાવિકાશાળાના વિદ્યાર્થીઓની પ્રાર્થના, સવાગતગીત, સંગીત, વિદ્યાલક્ષમીને સંવાદ વગેરે મને રંજન કાર્યક્રમ થયા પછી શ્રાવિકાશાળાની કાર્યવાહીને ટુંક રિપોર્ટ મંત્રીશ્રીએ રજુ કર્યો. આચાર્યશ્રી અમૃતસૂરિજીએ ધાર્મિક શિક્ષણ ઉપર મનનીય પ્રવચન કર્યું. આચાર્યશ્રી જીનદ્ધિસૂરિએ બાળકો તથા બાળાઓ અને શ્રાવિકાબહેનને ધર્મ શિક્ષણમાં રસ લેવા તથા જીવનને ઉરચ, આદર્શ બનાવવા ઉપદેશ આપે.
નગરશેઠના પુત્ર શ્રી પન્નાલાલભાઈએ પણ ધાર્મિક શિક્ષણ ઉપર વિવેચન કર્યું. નગરશેઠના હસ્તે શ્રાવિકાશાળાના છેકરા છોકરીઓને શ્રી વાડીલાલ છોટાલાલની તરફથી ઈનામ વહેંચવામાં આવ્યાં. બધા ભાઈ–બહેનેના મન આનંદથી ઉછળી રહ્યાં.
આચાર્યશ્રીએ વિહાર કર્યો. સાયમા, તારાપુર, લીંબાસી, માતર, રાંધેજા વગેરે ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં અમદાવાદ પધાર્યા. અમદાવાદમાં ખરતરગચ્છને સુંદર ઉપાશ્રય કરાવવા માટે આચાર્યશ્રી છનઝદ્ધિસૂરિની પ્રેરણા હતી. અમદાવાદના ભાઈઓએ ચાતુર્માસ માટે ઘણે આગ્રહ કર્યો પણ સૂર જલ્દી પહોંચવાનું હોવાથી વિહાર કર્યો, સાબરમતી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com