________________
આચાર્યપદવી મહોત્સવ
? !
પન્યાસજી મહારાજ શ્રી ઋદ્ધિમુનિજીએ આપણું સંઘમાં ખાસ બાર વર્ષથી ચાલતા કુસંપને સંપ કરાવી થાણાના શ્રી સંઘ ઉપર ભારે ઉપકાર કર્યો છે. ઉપરાંત થાણામાં નવપદજી મંડળયુક્ત શ્રીપાળ મહારાજાના જીવન પ્રસંગેને કળામય રીતે દર્શાવનાર શ્રી મુનિસુવ્રતસ્વામીના મદિરના અટકી પડેલા કામને પ્રેરણા આપી પ્રારંભ કરાવીને આ થાણા નગરીને પ્રાચીન તીર્થભૂમિ તરીકે જાહેરજલાલીમાં લાવવા માટે સતત પ્રયાસ સેવી રહ્યા છે. ઉપરાંત ધર્મનિષ્ટ શ્રધેય શ્રી શેઠ રવજીભાઈ તથા તેમના સુપુત્ર શ્રી રામજીભાઈની નવા મન્દિરના બાંધકામ માટે દરેક પ્રકારની સલાહ-સૂચના અપાવી રહ્યા છે. આવા આપણુ પરમ ઉપકારી પન્યાસજી મહારાજને આપણું થાણાના શ્રી સંઘ તરફથી આચાર્ય પદવીથી અલંકૃત કરવામાં આવે તે તે ઘણું જ સુગ્ય છે. હું આશા રાખું છું કે આપ શ્રી સંઘ મારી આ દરખાસ્ત વધાવી લેશે.”
“ભાઈઓશ્રી રૂપચંદભાઈની આ દરખાસ્ત બહુ જ
ગ્ય છે. તેને મુંબઈના અત્રે આવેલા બધાં ભાઈઓ તરફથી હાર્દિક અનુમોદન છે. પન્યાસજી મહારાજ આચાર્ય પદને બધી રીતે યોગ્ય છે. આવા ચારિત્રપાત્ર દીર્ધતપસ્વી સમાજ ઉદ્યોત માટે પ્રેરણા આપનાર પન્યાસજીને આચાર્ય પદવીથી વિભૂષિત કરવા એ આપણું પ્રથમ કર્તવ્ય છે.” શેઠ રવજીભાઈએ અનુમોદન આપ્યું.
- “ભાઈએ ! પંચપરમેષ્ટીમાં તૃતીય પદે ગણાતા આચાર્ય પદની જવાબદારી બહુ મોટી છે. અને તે જવાબદારી ઉઠાવવાની મારી યોગ્યતા નથી. મુનિ પણાના કર્તવ્ય અનુસાર મેં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com