________________
કે ?
જિનહિર જીવન-પ્રભા
તેમાં હાર્દિક સહકાર છે. હું પણ પન્યાસજીને તમારી વતી જરૂર વિનતિ કરીશ.” શેઠ રવજીભાઈએ સલાહ આપી.
થાણાના સંઘના આગેવાને ઘણા સમયથી પન્યાસજી મહારાજશ્રીને આચાર્યપદવી આપવા માટે વિચાર કરતા હતા પણ પન્યાસજી તેવી કેઈપણ વાત સાંબળતા જ નહિ. થાણાના અનેક ઉપકારો જોતાં થાણુના ભાઈઓનું એ કર્તવ્ય હતું કે પન્યાસજી મહારાજનું બહુમાન કરવું. મહારાજશ્રીના અનન્ય ભક્ત શ્રી રવજીભાઈ સેજપાળની તેમાં સંમતિ મળી એટલું જ નહિ પણ તેમણે તે તે માટે આગ્રહભર્યો અનુરોધ કર્યો. થાણાના આગેવાન શેઠ રૂપચંદજીને થાણાના સંધ તરફથી આચાર્યપદવી માટે પ્રયાસ કરવા સમજાવ્યા.
આજ ચતુદશીને દિવસ હતે. વ્યાખ્યાનમાં થાણાના આગેવાને, થાણુના ઘણાખરા ભાઈ–બહેને ઉપરાંત શેઠ શ્રી રવજીભાઈ તથા બીજા મુંબઈના આગેવાને પણ હાજર હતા. પારસીને સમય થયો, બહેને એ ગહેલીમાં જ પન્યાસજી મહારાજના થાણાના ઉપકાર અને નૂતન કલામય મંદિરને ઉલ્લેખ કરી આવા ચારિત્રપાત્ર, દીર્ઘતપસ્વી, મહાપ્રભાવશાળી, શાંતમૂર્તિ પન્યાસજીને આચાર્યપદવી આપવાના સંઘના મનેરથ પુરશે તેમ પણ ભાવપૂર્વક બહેનેએ ગાયું. આ તકને લાભ લઈ થાણાના આગેવાન શેઠ રૂપચંદજી ઉભા થયા અને સકળ સંઘને વિનતિ કરી.
“જગપૂજ્ય મહાત્મા શ્રી મોહનલાલજી મહારાજ સાહેબ બના ખરતરગચ્છીય સંવિગ્ન શાખાના પ્રથમ જૈનાચાર્ય શ્રી છનયશસૂરીશ્વરજીના પટ્ટધર બાલબ્રહ્મચારી અનુગાચાર્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com