________________
છે રંઠા :
જિનહિરિ જીવન-પ્રમા
મુંબઈમાં માંડવી બંદર પર શેઠ નરશી નાથા સ્ટ્રીટમાં આવેલા શ્રી અનંતનાથજી જૈનમંદિરના ટ્રસ્ટી શેઠ રતનશીભાઈ તથા કચ્છી દશા ઓશવાળ મહાજનના માનદ સેક્રેટરી શ્રીયુત જેઠાભાઈ નાગડા વગેરે થાણા આવ્યા અને પન્યાસજી મહારાજને વિનતિ કરી કે શ્રી અનંતનાથજી જૈનમંદિરની શાખા તરીકે ભાંડુપમાં નવું શિખરબંધ દહેરાસર રૂ. ૭૫૦૦૦) ના ખર્ચે તૈયાર થઈ ગયું છે. તે મંદિરમાં બિમ્બ પ્રવેશનું મુહૂર્ત ૧લ્પ ના મહા વદી ૧૩ નું છે તે આપશ્રી ભાંડુપ પધારે અને બિમ્બ પ્રવેશ આપના વરદ હસ્તે કરાવે તે અમને અત્યંત આનંદ થશે. આવા રૂડા કાર્ય માટે પન્યાસજીએ વિનતિને સ્વીકાર કર્યો અને તુરતજ ભાંડુપ તરફ વિહાર કર્યો. મહા વદી ૧૩ ના મંગળ દિવસે ધામધૂમ પૂર્વક પન્યાસજીના મંગળ હસ્તે ભાંડુપ જેનદહેરાસરમાં બિન્મપ્રવેશ કરાવ્યું. સંઘમાં આનંદ આનંદ થઈ રહ્ય. વાતાવરણ મધુર મધુર બની રહ્યું. આબાલવૃદ્ધમાં હર્ષની ઉમિઓ ઉછળી રહી. જૈન શાસનના યજયકારના નાદથી મંદિર ગુંજી ઉઠયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com