________________
બેનમૂન કલામય મંદિર
ચાતુર્માસ પૂર્ણ કરી પન્યાસજી મહારાજ મુલુંદ અંધાર્યા. પન્યાસજીની સાથે ૨૦૦ ભાઈઓ પણ મુલુંદ આવ્યા. બધાની સેવાભકિત મુલુંદના શ્રી મણીલાલ ચતુરભુજ તરફથી કરવામાં આવી હતી. બીજે દિવસે ભાડું થઈને ઘાટકોપર પધાર્યા. ઘાટકેપરમાં ૨૧ દિવસની સ્થિરતા કરી, ચેમ્બુર, માટુંગા, દાદર, ભાયખલા થઈને પન્યાસજી મહારાજ પાયધૂની પધાર્યા. પાયધુની ૧૫ દિવસ રહીને કરછી વિસા ઓશવાળની વાડીએ થઈને દાદર પધાર્યા. દાદરથી થાણુ તરફ વિહાર કરવાના હતા પણ દાદરમાં ઓચિંતા શ્રી મહાદયમુનિ બીમાર પડી ગયા તેથી તેમની સેવામાં રોકાઈ ગયા. શ્રી મહદયમુનિ માટે કટરેએ ચાંપતા ઉપાયો લીધા. શેઠ વલલભજીભાઈ, શેઠ ડે. વિઠ્ઠલભાઈ અને શેઠ કાનજીભાઈ વગેરે ભાઈઓએ સેવાભકિત ખૂબ કરી. શ્રી મહાદયમુનિની બિમારીના સમાચાર સાંભળી ઘાટકોપરથી મુનિ હેમસાગરજી તથા મુનિશ્રી ત્રિલોકચંદ્રજી દાદર આવી પહોંચ્યા અને સેવા સુશ્રુષા કરી પણ તૂટીની બૂટી નહિ તેમ ચાર દિવસની બિમારી ભોગવી શ્રી મહોદયમુનિ સં. ૧૯૫ ના પિષ વદી ૪ ના રોજ અરિહંત પ્રભુને જાપ જપતા જપતા સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. સમાચાર મળતાં જ થાણુ તથા મુંબઈથી ભાઈઓ આવી પહોંચ્યા. સ્મશાન યાત્રામાં દાદરના તમામ ભાઈઓ જોડાયા. મુનિ શ્રી મહદય મુનિના આત્માની શાન્તિ નિમિત્તે નવપદજીની પૂજા ભણાવવામાં આવી. કેટલાંક ભાઈ–બહેનેએ મળીને ૮૧ આયંબિલની તપસ્યા કરી હતી. દાદરથી વિહાર કરી પન્યાસજી થાણા પધાર્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com