________________
{ ૨૦૬ :
જિનધિરિ જીવન-પ્રભા હેથી પ્રારંભ કરેલું શ્રી નૂતન જૈન મંદિરનું કામ જેમ બને તેમ જલદી પૂરું કરી અંજનશલાકા તથા પ્રતિષ્ઠા કરાવશે. તેમજ યાત્રાળુઓને ઉતરવા લાયક વિશાળ ધર્મશાળા તથા વાસણ કુસણ ગાદલાં-ગોદડાં વગેરેની સગવડ કરીને આ થાણા નગરને એક પ્રાચીન તીર્થધામ બનાવી દેશે. માત્ર બે-પાંચ ભાઈઓને બધા કામની જવાબદારી સૅપી બીજા નિશ્ચિત નહિ થઈ શકે. બધાએ શક્તિ અનુસાર તન, મન, ધનથી સેવા આપવાની રહેશે. વળી જે ભાગ્યવાનને પૂર્વ પુણ્યના ઉદયે આ જન્મમાં લક્ષ્મીની પ્રાપ્તિ થઈ છે અને સાથે ધર્મલક્ષ્મી પણ મળેલ છે તે આ તીર્થ તુલ્ય નૂતન જૈન મંદિરમાં ઉદાર દીલથી મદદ કરી પ્રાપ્ત થયેલી ચંચળ લહમીને સદુઉપયોગ કરે. તમે તે જાણે છે કે લક્ષમી ચંચળ છે અને તેને દાનમાં ઉપયોગ નહિ થાય તે નાશ થશે જ. તે માટે બુદ્ધિશાળી પુરૂએ લક્ષમીને ઉત્તમ કલ્યાણું કાર્યોમાં ને ધર્મના ઉત્કર્ષ માં ઉપયોગ અવશ્ય કરે જોઈએ. લક્ષમીને જેમ જેમ પુણ્યકાર્યોમાં વાપરશો તેમ તેમ તે વધતી જશે અને તમારે ત્યાં રિદ્ધિસિદ્ધિને પ્રકાશ પાથરશે. આપણી પાસે આપણા જ ભાગ્યશાળી ધર્મ, નિક શ્રીમંત ગૃહસ્થના દષ્ટાંતે છે. શેઠ માણેકલાલ ચુનિલાલ અને શેઠ કાન્તિલાલ ઈશ્વરલાલ બને કરોડપતિ નથી છતાં તેમની ઉદારતા, ધર્મશ્રદ્ધા, દાનવીરતા પ્રશંસનીય છે. અને ભાગ્ય તે જુઓ, જેટલી સખાવત તેઓ કરે છે તેનાથી સવાઈ લક્ષ્મી તેઓના પુણ્યપ્રતાપે આવી મળે છે. દાનનાં ઝરણાં વહેતાં રહે તે એ ઝરણાં સુકાય જ નહિ. લક્ષ્મીની આવક જગતને ચમકાવે છે. પણ લક્ષ્મીનાં દાન એ સૌરભને જગતનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com