________________
કે ૧૮ :
- જિનધિરિ જીવન-પ્રભા
મુંબઈ, માટુંગા, ઘાટકોપર આદિના ભાઈઓ પાસેથી પણ સારી રકમ ભરાવવામાં આવી. આશરે રૂ. ૨૫૦૦૦) થઈ ગયા અને પન્યાસજીની પ્રેરણાથી તેમજ બીજા આચાર્યપ્રવરે ને મુનિવરના ઉપદેશથી આજ સુધી કળામંદિર માટે દાન મળ્યા કરે છે.
સં. ૧૯૪ ના ભાદરવા શુદિ પૂર્ણિમાના મંગળ દિવસે કરછી વીસા ઓસવાળ જ્ઞાતિના અગ્રેસર, ધર્મપ્રેમી, ઉદાર ચરિત, દાનવીર, રાવસાહેબ શેઠ રવજીભાઈ સેજપાળ જે. પી. તથા વસ સ્થાનકની અને નવપદજીની એની પૂર્ણ કરી છ– જિનની ઓળીની તપશ્ચર્યા કરનાર તેમના ધર્મપત્ની શ્રીમતી કંકુબહેનના શુભ હસ્તે નવા મન્દિરનું ખાતમુહૂર્ત કરાવવામાં આવ્યું. થાણાના આબાલવૃદ્ધમાં અનેરો આનંદ છવાઈ રહ્યો. નૂતન કલામય મંદિરનું કામકાજ ધમધોકાર ચાલવા લાગ્યું.
આ નૂતન મન્દિરને કેટલાક શ્રીપાળ મન્દિર કહે છે, પણ તે મુનિસુવ્રત સવામીનું મન્દિર છે. મૂલનાયક તરીકે વિસમાં તીર્થકર શ્રી મુનિસુવ્રતસ્વામીની ભવ્ય પ્રતિમા બીરાજમાન છે. રંગ મંડપના મધ્યભાગમાં આરસનું સુંદર અનુપમ નવપદજીનું મંડળ પધરાવવામાં આવ્યું છે. ઉપરાંત હજાર વર્ષ પહેલાં થાણાના ઇતિહાસમાં જૈનધર્મની ગૌરવતા દર્શાવનાર શ્રીપાળ મહારાજાના ઐતિહાસિક દ્રશ્યના સુંદર આરસના કલામય દ્રના પટને આકર્ષક રીતે કરવામાં આવ્યા છે.
સં. ૧૯૯૪નું ૪૬ મું ચાતુર્માસ આનંદપૂર્વક થાણામાં થયું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com