________________
છે ૧૯૬
જિનક્રિસુરિ જીવન-પ્રભા
પન્યાસજી મહારાજના ઉપદેશથી થાણામાં શુભ કાર્યની શરૂઆત થવા માંડી. અશાડ સુદ ૧૧ ના દિવસે શ્રી જીનદત્તસૂરીજીની જયનતી ઉજવવામાં આવી હતી. પન્યાસજીએ થાણામાં વર્ધમાન આયંબિલતપ ખાતા માટે ઉપદેશ આપ્યો અને તે ખોલવામાં આવ્યું. તે આજ સુધી ચાલુ છે. અને તેને લાભ ઘણું ભાઈ–બહેને લઈ રહ્યા છે.
આજ ચતુર્દશીને દિવસ હતો. વ્યાખ્યાનમાં બધા આગેવાને ઉપરાંત કરછી-મારવાડી-ગુજરાતી ભાઈઓ હાજર હતા. મુંબઈથી કેટલાક ભક્ત મહારાજશ્રીના વંદનાર્થે આવ્યા હતા. પ્રસંગ જોઈને પન્યાસજીએ ચીમકી આપી.
ભાગ્યશાળીઓ થાણાના સદ્દભાગ્યે દિવસે દિવસે થાણાના સંઘની ઉન્નત્તિ થતી જાય છે. થાણું તીર્થભૂમિ બનશે તેમાં શંકા નથી. આ કળામય મંદિર થશે એટલે હજારો ભાઈઓ થાણું આવશે અને થાણાની જાહોજલાલી વધશે. પણ સંઘજમણમાં મારવાડી ભાઈઓ તથા કરછી ભાઈઓ એક સાથે બેસી જમે નહિ તે સારું કહેવાય? નવકાર ગણનાર, જૈન ધર્મ પાળનાર, પૂજા-સામાયિક-પ્રતિક્રમણ કરનાર, આયંબિલ કરનાર, પ્રભાવના કરનાર અને લેનાર, એક ગુરુને માનનાર જમવામાં જુદા શા માટે? જૈનધર્મ પાળનાર સ્વામી ભાઈઓ તે બધા સાથે બેસીને જમે તેમાં જ શાસનની શોભા છે. આનંદ ઉત્સવ અને પ્રેમભાવ રહેલો છે. જુદા જુદા શહેર અને ગામથી આવેલ તમે બધા થાણ સંઘના સ્વામીભાઈએ સાધમી છે અને બધાએ સાથે જમવામાં કશો દેષ નથી. ઉલટું સાથે ન જમવામાં મોટાઈ અને પ્રેમને અભાવ છે. મારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com