________________
બેનમૂન કલામય મંદિર
જના પણ સુસંગત છે. તે તે થાણ આદર્શ તીર્થધામ બનશે. હજારો યાત્રિકો થાણુના દર્શને આવશે અને મુંબઈ નગરી અને પરાંઓના હજારો ભાઈ બહેનનું સમરણીય અને દર્શનીય સ્થાન બની રહેશે.” પન્યાસજીએ ભવિષ્ય ભાખ્યું
સાહેબ! અમારી શ્રી સંઘની ભાવના તે ઉજવળ છે પણ આવા બેનમૂન કલામય મંદિર માટે લાખ રૂપીઆ જોઈશે ને! થાણા પાસે તે મંદિરને પૂર્ણ કરવાની પણ મૂડી નથી. એક આગેવાને મુશ્કેલી દર્શાવી.
ભાગ્યશાળી! જૈનશાસન જયવંતુ છે. જે સમાજ દાનશૂર છે. પૂર્વ પુરૂએ લાખ અને કરોડોના દાન કરી શત્રુંજય ગિરનાર, આબુ, રાણકપુરના કળામય મંદિર બંધાવ્યાં છે. કામ કરનાર નિષ્ઠાવાળા અને સેવાભાવી હશે તે પૈસાને તે વરસાદ વરસશે. થાણ તીર્થધામ બની રહેશે.” પન્યાસજીએ આશા આપી.
“સાહેબ! હવે કૃપા કરી થાણા પધારવાની અમારી વિનતિને સ્વીકાર કરે તે અમારી ભાવના ફળે. મંદિરનું અધૂરું કામ પૂરું કરવા પ્રેરણા મળે.” આગેવાનેએ છેવટની વિનતિ કરી.
ભાઈઓ! તમારી ભાવના તે સારી છે. પણ મારી એક મુશ્કેલી છે. મેં તે માટુંગામાં ચાતુર્માસ રહેવાની ધમનિષ્ઠ શેઠશ્રી રવજીભાઈની વિનતિ સ્વીકારી લીધી છે. હવે તે તમે બધી હકીકત શેઠ રવજીભાઈને સમજાવે. તેઓ તથા તેમના ધર્મપત્ની કંકુબેન બનેને તમારી ભાવનાની દલીલ ગળે ઉતરશે અને તેઓ જરૂર આવા રૂડા કામ માટે સહકાર આપશે.” પન્યાસજીએ પિતાની મુશ્કેલી દર્શાવી, ૧૩ .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com