________________
કલ્યાણકારી કામા
: ૧૧૭ :
‘ગુરૂદેવ ! ચામાસા પહેલાં તેને સુધારી લેવામાં આવે તે તા તા ૧૦૦૦ રૂપીયામાં કામ થઇ જશે પણ જો ચામાસું જવા દેવામાં આવશે તે તે પછી પાંચેક હજાર જોઇશે.’
• મસ્થેણ વંદ્યામિ !’ઝવેરભાઈ નગીનદાસે વંદણા કરી.
(
ધર્મ લાભ ! કઠોરમાં તે મધા સુખશાંતિમાં છે ને!'
‘ગુરૂદેવ ! આપની કૃપાથી સુખશાંતિ છે. આપના પ્રતાપે આનદમ'ગળ છે. આપશ્રીના પુણ્ય પ્રભાવને અમે બધા યાદ કરીએ છીએ. કઠારના એ દિવસે તે ભારે આનંદ અને ઉત્સવના હતા. મારા સરખું કામકાજ ફરમાવેા.' કઠારવાળા ઝવેરભાઈએ વિનંતિ કરી.
ઝવેરભાઇ તમે તેા ભાગ્યશાળી છે. તપ, જપ અને ધર્મક્રિયામાં તમે શ્રદ્ધાવાન છે. તમારી કમાઇના તમે તા પ્રસંગે પ્રસ ંગે સ ્ઉપયોગ કરી છે. તમે ઠીક સમયસર આવી પહોંચ્યા છે. ’
"
‘ગુરૂદેવ ! આજ્ઞા ફરમાવા, મારી લક્ષ્મીના સદૂઉપયેગ ધમકાર્યમાં થાય એવાં મારા ભાગ્ય કયાંથી??
'
ઝવેરભાઈ ! આ ગુલાખચભાઇ ભેસ્તાનના ધર્મનિષ્ટ આગેવાન છે. તેમના ભેસ્તાન ગામમાં ઉપાશ્રય તે સુરતના ભાઇઓએ કરાવી આપ્યા છે પણ પૂરી દેખરેખ ન રહેવાથી દીવાલામાં ચીરાડા પડી છે. જો ચામાસા પહેલાં તેને સુષારી લેવામાં આવે તે ઓછા ખર્ચમાં થાય અને ચામાસામાં સાધુ મુનિરાજ પણ રહી શકે.' પન્યાસજીએ પ્રેરણા કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com