________________
: ૧૪૦
જિનક્રિસૂરિ જીવન-પ્રભા
સાહેબ! આપના પ્રશિષ્ય શ્રી મહદયમુનિએ દીક્ષા પહેલા પિતાનું ઘર તથા જમીન જૈન મન્દિર અને ઉપાશ્રય માટે સંઘને અર્પણ કરેલ તે ઉપર અમારા શ્રી સંઘે નવીન મંદિર બંધાવી તૈયાર કરાવ્યું છે તે પધારે.” શેઠ પૃથ્વીરાજજીએ વિનતિ કરી.
“તમારે પ્રતિમાજી માટે મુશ્કેલી હતી ને?' - “કૃપાળુ! પ્રતિમાજી માટે તે બહુ તકલીફ રહી. અમારે
શ્રી વિમલનાથજીની પ્રતિમાજીની જરૂર હતી. ઘણું ઘણું તપાસ કરી પણ મળે જ નહિ. છેવટે અમદાવાદમાં તપાસ કરતાં ત્યાં અમારે જોઈતા શ્રી વિમળનાથજી હતા. ત્યાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના કાર્યવાહકે શેઠ ભગુભાઈ સુતરીયા તથા ત્યાં બિરાજતા આચાર્ય શ્રી વિજયવલલભસૂરીશ્વરજી તેમજ આચાર્ય શ્રી વિજયનીતિસૂરીશ્વરજીની પ્રેરણાથી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી હસ્તકના શ્રી અજીતનાથજીના મંદિરમાંથી પ્રાચીન ભવ્ય પ્રતિમાજી મળ્યાં. તેને પ્રવેશ વૈશાખ શુદિ ૬ને છે. પ્રવેશ આપના વરદહસ્તે કરાવવાની અમારા શ્રી સંઘની ભાવના છે તે તે સ્વીકારે અને શિવ્ર તે તરફ પધારો.” શેઠ નવલમલજીએ ખુલાસે કર્યો.
ભાગ્યશાળી! તમારી વિનતિ તે છે. પણ પંથ લાંબે ને દિવસે ડા. મારાથી પહોંચી નહિ શકાય.'
દયાળુ ! અમારે તે આપના મંગળ હતે જ પ્રતિષ્ઠા કરાવવી છે. આપ હમણાં નહિ પધારો તે આ મુહૂત જવા દઈશું. જ્યારે આપ પગલાં કરશે ત્યારે જ પ્રવેશ થશે. આપના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com