________________
બાર બાર વર્ષના કલેશનું સમાધાન
૧ ૧૯ ૧
મંદિરનું કામ અટક્યું છે તે જાણી મહારાજશ્રીને પણ તે માટે પ્રયાસ કરવા ભાવના થઈ. સંઘની વિનતિને માન આપી પન્યાસજીએ થેડી વિશેષ સ્થિરતા કરી. વ્યાખ્યાનમાં પણ હમેશાં સંઘની એકતા, થાણાની પ્રાચીનતા, કળામય મંદિરથી થાણ કેવું રમ્ય તીર્થધામ બની રહેશે? થાણુના શ્રી સંઘની વધતી જાહોજલાલી, કુસંપના કડવા ફળ, વગેરે પ્રેરણાત્મક ઉપદેશ આપતા રહ્યા.
તડનું કારણ જાણી લઈ બને તડના આગેવાનંને જુદા જુદા બોલાવી મતભેદ દૂર કરવા અને સંપ-સમાધાન કરવા તનતોડ પ્રયાસ કર્યો. ધીમે ધીમે બન્ને તરફના આગેવાનોના દિલ સાફ થવા લાગ્યા. એક વખત તે બન્ને પક્ષે ભેગા થઈ સમાધાન માટે વાટાઘાટ કરવા લાગ્યા. હવે સમયને પરિપાક થયો જાણું પન્યાસજીએ બન્નેને મધુરવાણુમાં કલેશને જડમૂળથી ઉખેડી ફેકી દઈ સં૫-સુલેહ કરવા આગ્રહ કર્યો.
જયારે થાણાના સંઘના સંપ-સમાધાન માટે વાટાઘાટો ચાલતી હતી તે સમયે દાદરના સંઘના આગેવાને પન્યાસજી શ્રી ઋદ્ધિમુનિજીને દાદરના જૈન મન્દિરની પ્રતિષ્ઠા ઉપર પધારવાની વિનતિ કરવા થાણા આવી પહોંચ્યા. આ દાદરના આગેવાન ભાઈઓની હાજરીથી તથા પન્યાસજી મહારાજના અવિરત ઉપદેશથી થાણાના આગેવાનોના મન ખૂબ નરમ થયાં અને બન્ને તડના આગેવાનોએ વ્યાખ્યાનમાં જ જાહેર કર્યું કે, વર્ષોથી જામી ગયેલ કુસંપને કાઢવાની અત્યંત જરૂર છે. થાણ સંઘનું વનું કાર્ય અટકી રહ્યું છે. કળામય મંદિરનું કામ પણ અધૂરું છે. મનદુખ વધ્યા કરે છે. સંઘની ઉન્નતિને બદલે છિન્નભિન્નતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com