________________
I
બાર બાર વર્ષના કલેશનું સમાધાન
( ૩૨ ). કૃપાસિંધુ ! આપની મીઠી મધુરી વાણી સાંભળી અમે તો મુગ્ધ થયા છીએ. અમારા થાણ સંઘના અહોભાગ્ય કે આપશ્રી પધાર્યા અને અમારામાં ધર્મ ભાવનાની જ્યોતિ જગાવી. થાણાના આગેવાને પન્યાસજી મહારાજને પોતાને આનંદ વ્યકત કર્યો.
ભાગ્યશાળી ! થાણા તે પ્રાચીન નગરી છે. પરમ પવિત્ર નવપદજીના મહાન આરાધક શ્રીપાળ મહારાજાની. આ ધર્મ ભૂમિ અને કર્મ ભૂમિ છે. તમારા આત્મકલ્યાણ માટે ઉપદેશ આપ એ તે અમારૂં સાધુઓનું કર્તવ્ય છે. ભગવાન મહાવીરના સાધુઓ તે વિશ્વના કલ્યાણ માટે છે.” પન્યાસજીએ સાધુએનું કર્તવ્ય દર્શાવ્યું. ૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com