________________
: ૧૮૬ :
જિનઋદ્ધિસૂરિ જીવન-પ્રભા
ચૈત્ર સુદ ૧૩ ના રોજ દાદરના જૈન મિત્રમંડળ તરફથી પન્યાસજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી મહાવીર જયંતી ઉજવવામાં આવી. જૈન પાઠશાળાના બાળકેએ ભગવાન મહાવીર સ્વામીની સ્તુતિ ગાઈ સંભળાવી હતી. આ પ્રસંગે કાશી નિવાસી પ્રસિદ્ધ વકતા વિદ્યાલંકાર યતિવર્ય શ્રી હીરાચંદજીએ શ્રી મહાવીર સ્વામીની જીવનપ્રભા ઉપર મનનીય વિવેચન કર્યું હતું. જૈન સંસ્થાઓના ઘડવૈયા, જૈન–સાહિત્યરત્ન વિદ્વાન સોલીસીટર શ્રી મેતીચંદ કાપડીયાએ શ્રી મહાવીર સ્વામી અને ગૌતમસ્વામીનું દૃષ્ટાંત આપી જૈનોની વિશાળ ભાવના અને જૈનધર્મ એ વિશ્વધર્મ બની રહેવાને સમય આવી લાગ્યો છે. જેનસમાજે સંગઠિત થઈ સમાજને ઉત્કર્ષ સાધવાની જરૂર છે, સંકુચિત ભાવનાથી જૈનશાસનનું કલ્યાણ નથી. ભગવાન મહાવીર જગતના કલ્યાણદાતા હતા. આપણા પૂજ્ય આચાર્યો, મુનિર અને સાધ્વીઓએ જૈન સમાજ અને જગતના કલ્યાણ માટે સેવાભાવથી કાર્ય કરવું જોઈએ. વગેરે વિવેચન ક્યું હતું.
શિઘ્ર કવિશ્રી ભેગીલાલભાઈએ “મહાવીર' નામનું રહસ્ય કવિતામાં ગાઈ બતાવી સભાને મુગ્ધ કરી હતી. છેવટે પ્રમુખ શ્રી પન્યાસજી મહારાજે ભગવાન મહાવીરના ઉપસર્ગો, મહાવીરના ગણધરની દિવ્ય બુદ્ધિપ્રભા તથા ભગવાનના શાસનને ઉદ્યોત કરી જનારા પૂર્વના મહાન જ્યોતિર્ધરો વગેરેનું વિવેચન કરી દાદરમાં શ્રી સંઘને આંગણે આવી પહોંચેલા પ્રતિષ્ઠા મહત્સવને માટે બધાને સાથે મળી આનંદ અને શાંતિપૂર્વક કાર્ય કરવા પ્રેરણા આપી હતી. શ્રી મંગળદાસ ઝવેરીએ પ્રતિષ્ઠા સંબંધી તૈયારી વિષે કેટલીક હકીકત રજુ કર્યા પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com