________________
બાર બાર વર્ષના કલેશનું સમાધાન
: ૧૮૧
પન્યાસજી મહારાજને ત્રીજે ઉપવાસ હતે. પાંચ ઉપવાસ કરવાના હતા. ત્રીજા ઉપવાસે તેઓ મુલુંદ વિહાર કરી ગયા. પન્યાસજીના વિહારના સમાચાર પવન વેગે થાણામાં પ્રસરી ગયા. સ્ત્રી-પુરુષ-વૃદ્ધો તથા યુવકે બધાં સમસમી ઉઠયા. થાણાના જૈનેતર આગેવાનેને પણ ભારે દુખ થયું. તેઓએ જૈન સંઘના આગેવાનેને ઠપકે પણ આપે. ચિંતામણી રતન સમાન ગુરૂવર્ય મળ્યા અને તેઓએ તમારાજ સંઘના કલ્યાણ માટે રાત-દિવસ ચિંતા કરી સમાધાન માટે માર્ગદર્શન આપી ભારે પ્રયાસ સેવ્યો પણ કમનસીબે સમાધાન થઈ શકયું નહિ. વાતાવરણ ગમગીન બની ગયુ. બધા આગેવાને એકઠા થયા. પન્યાસજી તપશ્ચર્યામાં વિહાર કરી ગયા તે માટે બધાને અત્યંત દુખ થયું છે. છેવટે ફરી વાટાઘાટ થવા લાગી, અને પરસ્પર સલાહ કરી તેજ રાત્રે ૭૫ ભાઈઓ મુલુંદ પન્યાસજી મહારાજ પાસે પહોંચી ગયા.
“ગુરૂવર્ય! આપ તપસ્વી છે. હજી તે ત્રીજે ઉપવાસ ચાલે છે. પાંચ ઉપવાસનું પારણું થાણામાં જ થવું જોઈએ. અમારા શ્રી સંઘની વિનતિ સ્વીકારી આપ થાણા પધારે. પારણું કરી આપ સુખેથી પધારશે. અમારા મનને ભારે દુઃખ થયું. ઘણા બહેન ભાઈઓ તે ઉદાસ બની ગયા છે, આગેવાનોએ પાર્થના કરી.
“ભાગ્યશાળીઓ ! અમારે સાધુને તે જ્યાં શાંતિ હોય, જ્યાં સંપ હય, જ્યાં પ્રેમ-ભાવના હોય, જ્યાં સમાજને ઉત્કર્ષ સધાતો હોય. જ્યાં ધર્મભાવને પોષાતી હોય, જ્યાં દેવ-ગુરૂ અને ધર્મનું બહુ માન થતું હોય, જ્યાં સાધુ-સાધ્વી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com