________________
જિનઋદ્ધિસૂરિ જીવન-પ્રભા
“કૃપાળુ ! આપશ્રીની પ્રેરણાથી જરૂર અમારું કામ વેગપૂર્વક થશે જ. આપના મંગળહસ્તે અને આપશ્રીના માર્ગદર્શન પ્રમાણે પ્રતિષ્ઠા કરવી છે તેને આગેવાનેએ નિર્ણય કર્યો છે. કૃપા કરી દાદર પધાર” ઝવેરીએ વિશેષ આગ્રહભરી વિનંતી કરી.
પન્યાસજી મહારાજ ભાયખલા અને લાલવાડી મુકામ કરીને દાદર પધાર્યા. આગેવાનોએ ભેગા થઈને પન્યાસજી મહારાજને શુભ મુહૂર્ત જોવરાવી આપવા વિનંતિ કરી. સારા જ્યોતિષીને બોલાવીને સં. ૧૯૪ ના વૈશાખ સુદી ૬ નું મુહૂર્ત કઢાવી આપ્યું. શેઠશ્રી રવજીભાઈ સેજપાલ જેપી તથા મેઘજીભાઈ સેજપાલભાઈની હાજરીમાં આગરતડના આગેવાનોએ આ મુહૂર્ત વધાવી લીધું. | મુહૂર્તને નિર્ણય થયા પછી પન્યાસજીએ આગર તડના આગેવાનોને બોલાવ્યા.
“તમે મોટી જવાબદારીનું કામ ઉપાડયું છે. પ્રતિષ્ઠાનું કામ સહેલું નથી. તેમાં તમામ ઉત્સાહી ભાઈઓએ સાથ આપે જોઈશે, સૌથી પહેલાં તે પ્રતિષ્ઠાના ખર્ચ માટે પ્રબંધ કરે જોઈએ. તે મુખ્ય જરૂરી કાર્ય છે. બીજાં કાર્યો તે તે પછી થશે અને તેમાં તે તમારે બધાને ઉત્સાહ છેજ. પ્રતિષ્ઠા જે મંગળઅવસર ભાગ્યે જ મળે છે. પ્રતિષ્ઠાના કાર્યમાં તમારી લકમીને સદઉપયોગ કરી આત્મકલ્યાણને હા લેવાને છે. સૌએ શક્તિ પ્રમાણે લાભ લેવું જોઈએ. તેમાં તે પિતાની ભાવના અને ખાસ કરીને શક્તિ પ્રમાણે લાભ લે તે ખર્ચને પ્રશ્ન તે વહેલો ઉકલી જાય. આ કાર્યમાં મોટા-નાનાને વિચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com