________________
: ૧૬૪:
જિનધિરિ જીવન-પ્રભા શેઠ રામજીભાઈએ વિનતિ કરી કે આબુથી મારા પિતાજીને પત્ર છે અને આપશ્રીને ચાતુર્માસ માટે આગ્રહભરી વિનતિ કરવા જણાવે છે.
દાદરમાં ચાતુર્માસ થવાથી લાભ થવાની સંભાવના હેવાથી પંન્યાસજી મહારાજની ભાવના દાદરમાં ચાતુર્માસ માટે હતી પણ છેડે વખત પાયધુની જવાની ઈરછા થવાથી પન્યાસજી પાયધુની શ્રી મહાવીર સ્વામીના ઉપાશ્રયે પધાર્યા. અહીંના ટ્રસ્ટીઓએ મહારાજશ્રીને ચાતુર્માસ પાયધૂની કરવા વિનતિ કરી પણ દાદરથી શેઠ રામજીભાઈ આવ્યા અને આગ્રહભરી વિનતિ કરી કે મારા પિતાજી શેઠ રવજીભાઈને તાર છે, આપશ્રીને દાદરમાં ચાતુર્માસ કરવા આગ્રહભરી વિનતિ કરે છે અને પોતે પાલીતાણાથી આવી પહોંચવા જણાવે છે. શેઠ રામજીભાઈએ દાદરની પ્રતિષ્ઠા અને કરછી ભાઈઓના સંગઠન માટેની ઘણી સંભાવના હોવાથી આગ્રહભરી વિનતિ કરી. પન્યાસજી પણ લાભાલાભની દ્રષ્ટિએ દાદર પધાર્યા. દાદરમાં અષાડ શુદિ ૧૫ ના
જ પન્યાસજીની પ્રેરણાથી દાદરના સંઘ તરફથી શ્રી વર્ધમાનતપ આયંબીલ ખાતુ ખેલવામાં આવ્યું. તે દિનપ્રતિદિન વધતું જાય છે. ઉપરાંત પન્યાસજીના ઉપદેશથી શ્રી દાદર જૈન મિત્રમંડળની સ્થાપના કરવામાં આવી. જૈન મિત્રમંડળના પ્રયાસથી દાદરમાં જૈન બાળક બાલિકાઓને ધાર્મિક શિક્ષણ મળે તે દૃષ્ટિએ વિજયા દશમીને દિવસે શેઠ રવજી સેજપાળના શુભહસ્તે જૈન પાઠશાળા ખુલ્લી મુકવામાં આવી. સં૧૦નું પીસ્તાલીસમું ચાતુર્માસ દાદરમાં ખૂબ આનંદથી પૂર્ણ થયું. પર્યુષણમાં તપશ્ચર્યા પણ ઘણી સારી થઈ. આસપાસના પરાઓના ભાઈઓએ સારો લાભ લીધો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com