________________
પરાઓમાં ધર્મ–જાગૃતિ , પ્રેરણા આપી. તેમના આગેવાન શેઠ વનેચન્દજી મુકાદમ, શેઠ સાગરમલજી તથા શેઠ ગુલતાનમલજીના પ્રયાસથી મારવાડી સમાજમાં પણ સંપનું આંદોલન ફેલાયું. મારવાડી સમાજમાં આનંદ આનંદ છવાઈ રહ્યો. .
' પન્યાસજીની વિહારની ભાવના હતી પણ અંધેરીના સર્વે ભાઈઓએ ચિત્ર મહિનાની શાશ્વતી ઓળી કરાવવા આગ્રહભરી વિનતિ કરી અને પન્યાસજીની નિશ્રામાં ઓળી પર્વની આરાધના કરવા નિશ્ચય થયા. મારવાડી સાથમાંથી શેઠ સાગરમલજી ફેજમલજીની ધર્મપત્ની શ્રીમતી પેપીબાઇ તરફથી નવપદજીની ઓળીમાં આયંબિલ વગેરેની વ્યવસ્થા ઉત્તમ પ્રકારની હતી. નવે દિવસ જુદા જુદા ગૃહસ્થ તરફથી વિવિધ પ્રકારની પૂજા ભણાવવામાં આવતી હતી. ચૈત્ર શુદિ ૧૩ ના મંગળ દિવસે આસનનોપકારી ચરમ તીર્થકર શ્રી મહાવીર પ્રભુની જયંતી ઉજવવામાં આવી હતી. ચૈત્ર સુદ પૂર્ણિમાને દિવસે મુંબઈથી પરાને સંઘ એક ભાગ્યવાને કાઢયે હતું તેમાં ૨૫૦૦ બહેન ભાઈઓ આવ્યાં હતાં. અંધેરીમા નવાણુ પ્રકારની પૂજા ભણાવી હતી તથા સંઘ જમણ કર્યું હતું.
પન્યાસજી મહારાજ વિહાર કરી મલાડ પધાર્યા. મલાડમાં પણ ગુરૂવર્ય શ્રી મોહનલાલજી મહારાજના ઉપદેશથી જૈન મંદિર અને ઉપાશ્રય શેઠ શ્રી દેવકરણ મુળજીએ કરાવ્યાં હતાં, - મલાડમાં શ્રી મેહનલાલજી મહારાજની જયંતી આનંદ પૂર્વક ઉજવવામાં આવી. મલાડથી વિહાર કરી ગેરેગામ થઈ પાછા વળતાં અંધેરી, પારલા થઈને દાદર પધાર્યા. દાદરમાં ચાતુર્માસ માટે ધર્મનિષ્ઠ શેઠ શ્રી રવજીભાઈ સેજપાળના સુપુત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com