________________
* ૧૭૪ :
જિનહિંસૂરિ જીવન-પ્રભા
પ્રેમભાવ જોઈ મને આનંદ થયે. હું મારી જાતને ધન્ય માનવા લાગ્યો.” કુમારે પિતાની વિતક કથા કહી સંભળાવી.
રાજાજી આ વાત સાંભળી ચક્તિ થયા. નવપદજી આરાધનાને ધર્મ પ્રભાવ જોઈને રાજાજી પણ પ્રભાવિત થયા. પિતાની પુત્રી મદનમંજરીને આ ભાગ્યશાળી કુમારને આપવા નિર્ણય કર્યો. - શ્રીપાળકુમાર અને મદનમંજરીના લગ્નોત્સવ ખૂબ ધામધૂમથી કરવામાં આવ્યો. નગર આખામાં આનંદ ઉત્સવ થઈ રહ્યો. ભાગ્યશાળી શ્રીપાળકુમારને જોઈ બધા ધન્ય ધન્ય કહેવા લાગ્યા.
રાજ વસુદેવે શ્રીપાળકુમારને પિતાના રાજ્યમાં “રક્ષપાળું બનાવ્યા અને આનંદ પ્રમોદથી રહેવા લાગ્યા.
ડા સમય પછી પેલો ધવલશેઠ પણ પિતાના વહાણ લઈને થાણા બંદરે આવી પહોંચે. ભેણું લઈને રાજદરબારમાં આવ્યો. શ્રીપાળને રાજાની પાસે બેઠેલો જોઈને ચકિત થયે, શ્રીપાળે પણ વળશેઠને ઓળખી લીધા. રાજાની કુંવરી સાથે શ્રીપાળ પરણ્યો છે તે વાત સાંભળીને ધવળશેઠને ઈગ્નિ વિશેષ સળગે, રાજાજીને ફરી મળ્યો અને આ તે ડૂબજાતિને છે તેમ ઠસાવ્યું. ડૂબજાતિના કેટલાક લોકોને લાલચ આપી શ્રી પાળ અમારા સંબંધી છે તેમ કહેવરાવ્યું. રાજા પણ આ જાણીને જાત-ભાત પૂછયા વિના પિતાની પુત્રીને આપવા માટે અફસેસ કરવા લાગ્યા. પણ પુત્રી મદનમંજરીએ કહ્યું, શ્રીપાળકુમાર તે રત્નાદ્વીપના રાજકુમાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com