________________
સાચી ભક્તિ તે સ્વામીભાઈઓની
: ૧૫૭
આ ચાતુર્માસમાં બે ભાદરવા હેવાથી પન્યાસજીએ પિતાની પરંપરા અનુસાર પોતે ખરતરગચ્છ અને અચલગચ્છવાળાએની સાથે પહેલા ભાદરવામાં પર્યુષણ પર્વનું આરાધન કર્યું. તપાગચ્છના પર્યુષણની આરાધના કરવા માટે દાદરના આગેવાનોની વિનતિથી પિતાની તબીયત નરમ હેવાને કારણે પિતાના શિષ્ય શ્રી ગુલાબમુનિજને દાદર મોકલ્યા. તેમણે દાદરમાં બાર દિવસ રોકાઈને ત્યાંના ભાઈઓને શાંતિપૂર્વક પર્યુષણ પર્વની આરાધના કરાવી, તેમાં માહીમ–માટુંગા વગેરે આસપાસના બીજા ભાઈઓએ પણ સારો લાભ લીધે હતે. શ્રી ગુલાબમુનિના દાદર ગયા પછી લાલવાડીના તપગચ્છના ભાઈઓએ પન્યાસજીને વિનંતી કરી કે અમને પર્યુષણની આરાધના આપશ્રી કરાવે તે કેવું સારું ! પિતાની તબીયત નરમ હોવા છતાં પન્યાસજીએ તપગચ્છના ભાઈઓને પર્યુષણ પર્વના વ્યાખ્યાને સંભળાવ્યા અને પિતાની ઉદારતા અને પ્રેમભાવ દર્શાવ્યું.
આ ચાતુર્માસમાં પન્યાસજી મહારાજની તબીયત નરમ જ રહી. શેઠ મેઘજીભાઈએ પન્યાસજીની ખૂબ સેવા ભક્તિ કરી. તેઓની જ્વલંત ધમપ્રવૃત્તિ જોઈને પન્યાસજીને ખૂબ આનંદ થ. બીજા કચ્છી ભાઈઓ પણ ધમપ્રવૃત્તિમાં જોડાયા.
ચાતુર્માસ પૂરું થવા આવ્યું. કાર્તક શુદિ ૬નો દિવસ હતું. પન્યાસજીને ચોવિહાર છઠું હતું. એકાએક મુંબઈથી ટેલીફેન આવ્ય, કે પન્યાસજી કેશરમુનિજી જ્ઞાનપંચમીના ઉપવાસના પારણે તબીયત અકળાવાથી આજ બપોરના બે વાગે કાળધર્મ પામ્યા. સમાચાર સાંભળી પન્યાસજીને આઘાત થ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com