________________
ગુરૂદેવને ભવ્ય જયંતિ-ઉત્સવ
(૨૭) સાહેબ! ચૈત્ર વદી ૧૨ ને પુણ્ય દિવસ આવે છે. ગુરૂવર્યને ઉપકાર મુંબઈ શહેર ઉપર ઘણું ઘણું છે. પ્રસંગે સમાજ કલ્યાણ વાંચઠ્ઠ પંજાબકેશરી આચાર્ય શ્રી વિજય વલભસૂરીજી પણ અત્રે બિરાજમાન છે. ગુરૂદેવ જયંતિ ઉત્સવ ભવ્ય રીતે ઉજવવાની અમારી ભાવના છે.” શ્રી મૂળચંદભાઈએ જયંતી ઉત્સવ માટે પિતાની ભાવના દર્શાવી.
ભાગ્યશાળી! ગુરૂદેવ તે પરમ ઉપકારી અને પુણ્યપ્રભાવી હતા. આ વખતે તે જગ સારો છે. જયંતી ઉત્સવ આનંદપૂર્વક ઉજવવા મારી સંમતિ છે. તમારી ટ્રસ્ટીઓ અને ભક્તજનેની ભાવના પ્રમાણે જે એગ્ય લાગે તેની વ્યવસ્થા કરે. આચાર્ય શ્રી વિજયવલભસૂરિજી તે ગુરૂવર્યના પ્રેમી છે. જૈનશાસનના ઉદ્યોતમાં આચાર્યશ્રીને ફાળે સવિશેષ છે.” પન્યાસજીએ સંમતિ આપી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com