________________
: ૧૪૨ ઃ
જિનઅધિરિ જીવન-પ્રભા
અછારીવાળા શેઠ રાયચંદ ગુલાબચંદ ૪૦ મણ ઘીની બેલીથી આદેશ લઈને પ્રતિમાજીને મંદિરમાં પ્રવેશ કરાવ્ય સંઘ જમણ કરવામાં આવ્યું.
સ, ૧૦ નું બેતાલીસમું ચાતુમસ પન્યાસજીએ ઘેલવડમા ક્યું. આ પયુંષણમાં પંદર દિવસ સુધી દહાણું તથા બગવાડા પ્રગણાના જૈન ભાઈઓ તથા બહેનોએ ઘેલવડમાં રહીને દરેક ધર્મકાર્યોમાં સુંદર લાભ લીધું હતું. આ ચાતુમસમાં શ્રી મહદયમુનિ તથા દહાણુ સ્ટેશનવાળા શા તલક ચંદજી રાજીના માતુશ્રીએ માસક્ષમણની તપશ્ચર્યા કરી હતી. નાના ગામમાં આવી ઉગ્ર તપશ્ચર્યાથી બધાને ભારે આશ્ચર્ય થયું. પન્યાસજી મહારાજના મંગળ આશીવૉદથી બને ખૂબ શાતા રહી. પારણુ આનંદથી થયા. જૈન ધમને જયજયકાર થઈ રહ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com