________________
: ૧૦
જિનધિરિ જીવન-પ્રભા
માતર સાચાદેવની યાત્રા કરી આપણે જરૂર સેજીત્રા જઈ શાસનરક્ષક વીર માણીભદ્રના દર્શન કરીશું.” પન્યાસજીએ જીજ્ઞાસા દર્શાવી.
ચાતુમસ આર. શ્રાવક શ્રાવિકાના બહેળા સમુદાય સાથે પન્યાસજી માતર પધાર્યા. માતરમાં સાચાદેવ શ્રી સુમતિનાથ ભગવાનની અલૌકિક મૂર્તિના દર્શન કરી આનંદ અનુભવે. બાવન જીનાલયના મનહર દહેરાસરજી માતર જેવા નાનકડા ગામમાં જોઈને પ્રાચીન નગરની ઝાંખી થઈ. સાચાદેવને જેનો ઉપરાંત હિંદુ મુસલમાન બધા માને છે અને મેળા પ્રસંગે તે અઢારે આલમ સાચાદેવના દર્શન કરી પાવન થાય છે. આખા સંઘે માતરમાં ખૂબ આનંદ અનુભવ્યો-પૂજા ભણાવવામાં આવી. સંઘ જમણ થયું અને આનંદ આનંદ થઈ રહ્યો. " માતરથી કેટલાક ભાઈઓ પન્યાસજી સાથે સોજીત્રા માણિભદ્રવીરના દર્શને ગયા. પન્યાસજી તે પૂર્વાચાર્યના હેતે પ્રતિષ્ઠિત થયેલી, બાવનવીરમાં પ્રમુખ શાસન રક્ષક શ્રી માણીભદ્રવીરની ચમત્કારી પ્રતિમાના દર્શન કરી મુગ્ધ થયા. તેઓ તે ત્યાં ધ્યાનમાં બેસી ગયા, શ્રી માણીભદ્રવીરનું ધ્યાન ધરવા લાગ્યા. ઉપાશ્રયમાં અજબ શાંતિ હતી. પન્યાસ ધ્યાનમાં લીન હતા, ધ્યાનમાં જ ગેબી અવાજ સંભળાયો. અહીંથી ખંભાત પધારો, ત્યાં માણેકચોકના ઉપાશ્રયમાં ચમકારી માણીભદ્રવીરની દેરીને જીર્ણોદ્ધાર કરે.” આ અવાજ સાંભળી પન્યાસજી આશ્ચર્ય ચકિત થઈ ગયા. માણેકચોકના ઉપાશ્રયમાં તે પિતે ચાતુર્માસ કરેલું પણ તે વખતે કશો વિચાર આ જીર્ણ દેરી માટે આવે નહિ અને આ પ્રાચીન મૂતિ એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com