________________
જિનઋદ્ધિસૂરિ જીવન-પ્રભા
“સાહેબ! આગેવાની દેખરેખ સારી, વળી કારીગરે પણ સારા મળી ગયા. કામ પણ સારું થયું છે. આપ પધારો તે ખાસ કરીને મને તે વિશેષ આનંદ થશે. આપની પ્રેરણાથી જ મેં કામ ઉપાડેલું અને હવે પૂરું થયું છે તે પ્રતિષ્ઠાનું કામ પણ પતી જાય તે આનંદ આનંદ.” શ્રી વાડીભાઈએ પિતાની અને કામના દર્શાવી. - “ભાગ્યશાળી ! હજી તે ગયે વર્ષે ખંભાત ચાતુર્માસ કર્યું
ત્યાં પછી ફરી તે તરફ આવવાનું શી રીતે બને! આ અમારા નૂતન પ્રશિષ્ય શ્રી મહાદયમુનિના ગામમાં પણ પ્રતિષ્ઠા કાર્ય છે. ત્યાંના ભાઈઓ પણ રાહ જોઈ રહ્યા છે.” પન્યાસજીએ મુશ્કેલી રજુ કરી.
“આ પ્રતિષ્ઠા તો આપના હસ્તેજ કરાવવાની છે. પછી હું વિશેષ રેકું તે કહેજે પણ આ વખતે તે ખંભાત આવ્યા વિના ચાલશેજ નહિ. પછી ખુશીથી આપ બીજી પ્રતિષ્ઠા માટે પધારે.” શ્રી વાડીભાઈએ વિશેષ આગ્રહ કર્યો. તે
આવી આગ્રહ ભરી વિનતિના કારણે પન્યાસજીએ અમદાવાદથી વિહાર કર્યો. સામટા પધારતાં ખંભાતની પાંચે જ્ઞાતિનાં ઘણું ભાઈ–બહેને મહારાજશ્રીને વાંદવા આવ્યા. તે બધાની સ્વામીભકિત ખંભાતના શેઠ વાડીલાલ છોટાલાલે સ્વામિવાત્સલ્યદ્વારા કરી. બીજે દિવસે પન્યાસજીને નગર પ્રવેશ ભાવભીને થયો. માણેકચોકના જૈન ઉપાશ્રયમાં પધાર્યા. શ્રી સંઘના આબાલવૃદ્ધને આનંદ આનંદ થઈ રહ્યો. પ્રતિષ્ઠાના કાર્યની શરૂઆત મંગળ સુહર્ત કરવામાં આવી. ખંભાતની ઓસવાળજ્ઞાતિના આગેવાન શેઠ શ્રી વાડીલાલ છોટાલાલે ભગવાનને ગાદીએ બેસાડવાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com