________________
દાદાસાહેબની દેરીઓને આહાર
૧૨૭
- સૂરતથી ખંભાત તરફ વિહાર કર્યો. ભરૂચ, સમી, જમ્મુસર, કાવી તીર્થ થઈ સારોદને આરે થઈ પન્યાસજી મહારાજ રાજ પધાર્યા. ખંભાતની પાંચે જ્ઞાતિને સમુદાય ત્યાં આવી પહે. શેઠ ભેગીલાલભાઈ તરફથી પૂજા ભણાવવામાં આવી તથા સ્વામીવાત્સલ્ય કરવામાં આવ્યું. બીજે દિવસે શકરપુરામાં ચીંતામણી પાર્શ્વનાથના દર્શન કરીને શહેરમાં પધાર્યા. શ્રીસંઘે ભાવભીનું સ્વાગત કર્યું. ખંભાતની પાંચે જ્ઞાતિના આગેવાની હાજરીથી સામૈયું ઘણું જ દીપી રહ્યું. શ્રી ચિન્તામણી પાર્શ્વ નાથના દર્શન કરી માણેકકના ઉપાશ્રયે પન્યાસજી મહારાજ પધાર્યા. માંગલિક સંભળાવ્યા બાદ ગુરૂભકત શેઠ ભેગીલાલભાઈએ પ્રભાવના કરી. ખંભાતના આબાલવૃદ્ધમાં આનંદ આનંદ છવાઈ રહ્યો.
પ્રતિષ્ઠાની તૈયારી થવા લાગી. શેઠ છોટાલાલભાઈ મગનલાલ નાણાવટીએ સં. ૧૯૮૮ ના જેઠ સુદી ૧ થી અઠ્ઠાઈમોત્સવ શરૂ કર્યો. જળ જાત્રા વગેરે વરઘેડા ઠાઠમાઠથી કાઢવામાં આવ્યા. હમેશાં વિધ વિધ પ્રકારની પૂજા ભણાવવામાં આવતી. રાત્રે ભાવનાઓમાં સંગીત વિશારદે ને એ તે જલસે જામતો કે તે સાંભળવા માનવ મેદની ઉમટી પડતી. મહત્સવને છેલ્લે દિવસે દાદાવાડીમાં જગત વિખ્યાત કલિકાલ કલ્પતરૂ જાગતી
ત સમા, ભકતજનેના પ્યારા, હાજરાહજૂર વડા દાદાશ્રી યુગપ્રધાન શ્રી જીનદત્તસૂરિ, મણિધારી શ્રી જીનચંદ્રસૂરિ, પુણ્ય પ્રભાવક શ્રી જીનકુશલસૂરિ આદિ દાદા ગુરૂઓની ચરણપાદુકાઓની પ્રતિષ્ઠા ધામધૂમપૂર્વક કરવામાં આવી. આ પ્રતિષ્ઠા ઉત્સવ જેવા માટે ખંભાતના હજારો ભાઈ–બહેને ઉમટી આવ્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com