________________
દાદાસાહેબની દેરીઓને જીર્ણોદ્ધાર
૧૨૫ :
ગ્રામપ્રદેશમાં વિચરવાને અને ગામડાના ભેળા ભલા ભાઈબહેનમાં ધર્મને દીપ પ્રગટાવી તેમનામાં શ્રદ્ધા અને ધર્મ સંસ્કાર દ્રઢ કરવા તરફ વિશેષ પ્રેમ છે. તપશ્ચર્યા તે તન-મનધનના કલ્યાણ માટેનું મહાવ્રત છે.” પન્યાસજીએ તપશ્ચર્યાને મહિમા દર્શાવ્યો.
“ગુરૂદેવ ! કૃપા કરી મરેલી પધારે. મરોલી તે આપે જોયું છે. કેવું મજાનું નાનકડું ગામ છે ! શ્રદ્ધા પણ સારી છે. મંદિર તે છે, પણ ઘર દહેરાસર માત્ર છે. અમારી ભાવના સ્ટેશન ઉપર સુંદર જૈન મંદિર અને ઉપાશ્રય કરવાની છે. આપશ્રી પધારો તે અમારી ભાવના મૂત્તિમંત થાય.”મરોલીના શેઠ ચીમનાજીએ વિનંતિ કરી.
“ભાગ્યશાળી ! મરેલી જેવા નાનકડા રૂપાળા ગામમાં જૈન મંદિર તે જોઈએ. સાધુ સાધ્વીના વિહારનું તે સ્થળ છે. તમારી ભાવના જરૂર ફળશે, હું બગવાડા, વલસાડ, બીલીમોરા. નવસારી થઈ મરોલી આવીશ. તમે પ્રાથમિક વિચારણા કરી રાખશે.” પન્યાસજીએ સંમતિ આપી.
પન્યાસજી દાદરાથી વિહાર કરી વાપી, બગવાડા, વલસાડ વગેરે થઈ મરોલી પધાર્યા મરોલીમાં સંઘે ભાવભીનું સ્વાગત કર્યું. સંઘના આબાલવૃદ્ધમાં આનંદ આનંદ છવાઈ રહ્યો. પન્યાસજીએ વ્યાખ્યાનમાં જૈનમન્દિર તથા ઉપાશ્રય માટે પ્રેરણા કરી અને તુરત જ વાણીનું જાદુ થયું. અંભેટીવાળા ગુરૂભક્ત શેઠ ચીમનલાલે પોતાના જીનની જગ્યામાંથી થોડી જગ્યા મફત કાઢી આપી. ટીપ પણ સારી ભરાઈ ગઈ. બે માળનું મનોહર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com