________________
જનકસિરિ જીવન-પ્રભા
“સાહેબ! તે માટે મારા તરફથી રૂ. ૧૦૦૦ આપીશ. બસે પાંચસે વધારે જોઈશે તે પણ આપીશ.”
ધન્ય છે તમારી ભાવના ! હમણું તે રૂ. ૧૦૦૦ થી કામ બની જશે પણ જરૂર હશે તે તમને ગુલાબચંદભાઈ જણાવશે. તમે હવે જઈને ઉપાશ્રય સુધારવાની તૈયારી કરો. ઋણાનુબંધ આનું નામ તમારું આવવું અને શ્રી ઝવેરભાઈની લક્ષમીને સદુઉપયોગ થ તે કે જોગાનુજોગ થયે કહેવાય? ધર્મ ઉદ્યોતના કામો આ રીતે થતાં જ રહે છે.” પન્યાસજીએ સતેષ પ્રગટ કર્યો.
સાહેબ! આપ સાહેબના પુણ્ય પ્રભાવથી જ આ બધાં કાર્યો થાય છે. આપશ્રી જ્યાં જ્યાં પધારે છે ત્યાં ત્યાં આબાલવૃદ્ધમાં ધર્મભાવના પ્રગટે છે અને ગામેગામ મંદિર, ઉપાશ્રય, ઉત્સ થઈ રહ્યા છે. આસપાસના બધાં ગામોમાં જનધમની કેવી પ્રભાવના થઈ રહી છે!” બન્નેએ કલ્યાણકારી કા વિષે હકીક્ત દર્શાવી.
ભાગ્યશાળી! તમે તે જાણે છે. ગામડાઓની ભેળીભાળી પ્રજામાં ધમ શ્રદ્ધાના બીજ વવાશે તે જૈનધર્મને
જ્યજયકાર થશે. શહેર કરતાં ગ્રામ પ્રદેશમાં વિચારવામાં મને આનંદ આવે છે. તમારા જેવા ભાગ્યશાળીઓના આત્મામાં ધમને પ્રકાશ થાય તે અમારે બીજું શું જોઈએ !” પન્યા. સજીએ ગ્રામપ્રદેશમાં કાર્ય કરવાના લાભ દર્શાવ્યા.
શ્રી ઝવેરભાઈની સહાયતાથી ભેસ્તાનને ઉપાશ્રય સુધારીને મજબૂત કરવામાં આવ્યોસુરતથી વિહાર કરી ખરોલી, નવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com