________________
કલ્યાણકારી કામો
મથ્થણ વધામિ!' ગુલાબચંદ લલ્લુભાઈ ભેસ્તાનવાળાએ વંદણા કરી.
ધર્મલાભ! તમારી સાધુ મુનિરાજે પ્રત્યેની અનન્ય ભકિત વિષે જાણીને અત્યંત આનંદ થાય છે. શું સમાચાર છે, પન્યાસજીએ પ્રશ્ન કર્યો.
સાહેબ! અમારા ગામમાં સુરતના ભાવિક ગૃહસ્થાએ ઉપાશ્રય તે બંધાવી આપે પણ દેખરેખની ખામીને લીધે કામ કાચુ રહ્યું છે અને દિવાલોમાં ફાટ પડી છે. તેને હમણાં સુધારી લેવામાં આવે તે તે ઠીક છે, નહિ તે ચોમાસામાં મુશ્કેલી રહેશે. સાધુ મુનિરાજને પણ ઉતારી નહિ શકાય.” ગુલાબચંદભાઈએ પરિસ્થિતિ જણાવી.
તમારી વાત સાચી છે. પણ તેમાં ખર્ચ કેટલે છે!”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com