________________
જિનહિંસૂરિ જીવન-પ્રભા
આત્મશુદ્ધિ અને આત્મકલ્યાણ એજ અમારું અંતિમ દય છે. તમે યતિવેષ લીધે તે તેને ખરેખર દીપાવે હેય તે સંવેગી દીક્ષા લઈ તે મુનિવેષને પૂરેપૂરે સાર્થક કરે લીધેલા વેષને યથાર્થ ભજવી ન શકાય તે અભ્રષ્ટ તતભ્રષ્ટ જેવી સ્થિતિ થાય. ત્યાગ બળને ખીલવી આત્મબળને કેળવો અને આ કાયાનું કલ્યાણ સાધી જગતનું કલ્યાણ સાધવા કટિબદ્ધ થાઓ. અહીં જે આત્મશાંતિ મળશે તે ભવભવના બંધને કાપી અવિચળ એવા કલ્યાણધામ તરફ દેરી જશે. મારે તમને અતરના મંગળ આશીર્વાદ છે.”
રામકુમારજી ગુરૂવર્યની મીઠી-મધુરી વાણી તથા જીવન સાર્થકતા માટે વૈરાગ્ય ભાવનાભર્યો સદ્દઉપદેશ અંતરમાં ઉતરી ગયે. આવા ખરતર ગરછના જશનામ કર્મવાળા અને વચન સિદ્ધિવાળા ગુરૂ મળી ગયા તેથી ખૂબ શાંતિ અનુભવવા લાગ્યા.
ગુરૂદેવ ! અબ હે તારે! હું આપની સેવા કરીશ. જૈનધર્મ અને શાસનને ઉદ્યોત કરીશ. તપશ્ચર્યા અને ત્યાગથી મારું જીવન ઘડીશ અને ગુરૂદેવના નામને જયજયકાર કરીશ.”
રામકુમારના આવા પ્રિય અને મધુર શબ્દો સાંભળી મહારાજશ્રી વિશેષ પ્રસન્ન થયા. સારું મુહૂર્ત જોઈને સં. ૧૯૪૮ ના અષાડ શુદિ ૬ ના દિવસે ચતુર્વિધ સંઘની માનવમેદની વચ્ચે ઠાઠમાઠપૂર્વક રામકુમારજીને દીક્ષા આપી. પોતાના વડીલ શિષ્ય શ્રી યમુનિજીના શિષ્ય તરીકે શ્રી “ઋદ્ધિમુનિ નામ સ્થાપન કર્યું. આપણા ચરિત્રનાયકના આનંદની સીમા નહેતી. હજારે સ્ત્રી-પુરૂષના જયજયકારથી વાતાવરણ ગુંજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com