________________
-
-
-
નવાણયાત્રા અને તપશ્ચર્યા
(૧૬) મથ્થણ વંદામિ !' જયપુરના શેઠ હીરાચંદજી ટાંકે વંદણ કરી.
ધર્મલાભ!” પન્યાસજીએ ધર્મલાભ આપે.
“ગુરૂદેવ! મારી ભાવના જયપુરમાં નવપદનું ઉદ્યાપન-ઉજવણું કરવું છે. આય કૃપા કરી જયપુર પધારે” શેઠ હીરાચંદજી ટાંકે આગ્રહપૂર્વક વિનંતિ કરી.
પન્યાસજી કુચેરાથી ખજવાના થઈ ફરી મેડતા ફલેવીની યાત્રાએ આવ્યા હતા. ત્યાં શેઠ હીરાચંદજી ટાંકની પ્રાર્થનાથી મેડતા થઈ રીયાં, પુષ્કરરાજ, અજમેર અને કિસનગઢ થઈ જયપુર પધાર્યા. શેઠ હીરાચંદજીએ ખૂબ ઉત્સાહ અને કાઠમાઠથી મહોત્સવ તથા નવપદજીનું ઉજવણું કર્યું. જયપુરથી વિહાર કરી અજમેર, ખ્યાવર, જત, પાલી, ગુંદેચ, બીજોવા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com