________________
ધર્મલતા
ભાઈએ સંધ જમણમાં સાથે જમવા લાગ્યા. આ કાર્ય કડોદના ઈતિહાસમાં સ્મરણીય ગણાયું. શ્રી લાડવાશ્રીમાળી ભાઈઓ તે આ મંગળ પ્રસંગથી પન્યાસજીના આજીવન ઋણ બન્યા, સંઘના નાના–મેટા કાર્યમાં લાડવા શ્રીમાળી ભાઈઓ ઉત્સાહથી ભાગ લેવા લાગ્યા. - કડાદથી વિહાર કરી પન્યાસજી મહારાજ દખ્ખણ પષાર્થી. ઇમ્પણમાં દહાણું, બગવાડા, વાપી અને વલસાડના આગેવાનભાઈઓ પોતાના ગામમાં ચામસું કરવા માટે વિનતિ કરવા આવ્યા. વલસાડવાળા શેઠ ગાંડાભાઈ પ્રાગજીભાઈ તથા જીવદયા કામમાં ઘણે જ પ્રશંસનીય પ્રયાસ કરનાર શેઠ લલ્લુભાઈ ગુલાબચંદભાઈ ઝવેરીને વિશેષ આગ્રહ હોવાથી તથા ધમ ઉદ્યોતના વિશેષ કાર્યો થવાની સંભાવનાથી પન્યાસજી મહારાજશ્રીએ વલસાડની વિનતિ સ્વીકારી.
ગ્રામાનુગ્રામ વિચસ્તા પન્યાસજીએ ધામધૂમપૂર્વક વલસાડમાં પ્રવેશ કર્યો. સં. ૧૯૮૧ નું ત્રેત્રીસમું ચાતુર્માસ મહારાજશ્રીએ વલસાડમાં કર્યું.
વલસાડના ચાતુર્માસમાં આપણા ચરિત્રનાયકે એક એક પારણને આંતરે અઠ્ઠમ જેવી કઠિન તપશ્ચર્યા ચાર માસ સુધી કરી, આત્મિક આનંદને અનુભવ કરી અનેક પ્રકારની આત્મશક્તિ ખીલવી આત્મદર્શન મેળવ્યું.
પર્યુષણની આરાધના આનંદ પૂર્વક થઈ. આસપાસના ગામના ઘણા ભાઈ–બહેનેએ પર્યુષણને લાભ લીધે. ફણસવાળા શેઠ મેઘરાજજીના બહેન શ્રી સૂરજબહેને ૧૦ ઉપવાસની તપશ્વર્યા કરી હતી, અને પંદર દિવસ તેમના તરફથી સાધમી ભાઈઓની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com