________________
ધર્મ-ચર્ચા
ચાતુર્માસ બાદ કઠેરથી વિહાર કરી પન્યાસજી મહારાજ સાયણ પધાર્યા. સુરતથી મુનિરત્ન શ્રી ન્યાયવિજયજી પણ સાયણ આવ્યા. પન્યાસજી મહારાજ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીજીના ધમપ્રભાવના તથા સાહિત્ય પ્રચારના કાર્યથી વાકેફ હતા. તેમના શિષ્યોની વિદ્વતાથી પણ પરિચિત હતા. ન્યાયતીર્થ મુનિરત્ન શ્રી ન્યાયવિજયજીના પુસ્તકો તથા વિચારેથી વિશેષ જાણકાર હતા. સાયણમાં બન્નેનું મિલન અનુપમ હતું. બન્નેના હૃદયમાં એક બીજા પ્રત્યે ઉચ્ચ ભાવના અને મમતા હતી.
આજે પન્યાસજી મહારાજને બીજો ઉપવાસ હતા. પન્યાસજી મહારાજની દીર્ઘ તપશ્ચર્યા વિષે જાણુને ન્યાયવિજયજી મહારાજને પૂબ ભાવ થયો. કુરસદને વખત મેળવી તેઓ પન્યાસજી મહારાજ પાસે આવતા અને અનેક વાર્તાલાપ કરીને બન્ને સમયને સદુઉપયોગ કરતા,
પન્યાસજીએ આઠમનું પારણું કર્યું. મુનિશ્રી ન્યાયવિજ્ય પણ ફુરસદ લઈને આવ્યા.
“સદ્ભાગ્યે આપણે નાના એવા ગામમાં મળ્યા છીએ. અહીં શહેર જેટલી ધમાલ કે બીજી પ્રવૃત્તિ નથી. તમે છે ન્યાયતીર્થ, ન્યાય વિશારદ અને વિદ્વાન. આપણે ડી ધર્મચર્ચા કરીએ. તેમાંથી ઘણું જાણવાનું મળશે.પન્યાસજીએ વાતની શરૂઆત કરી. - “મહારાજશ્રી! હું ન્યાયતીર્થ છું, પણ તમારા જેટલે અનુભવ મને કયાં છે! આપ તે પૂજ્યપાદુ મોહનલાલજી મહારાજના ગાઢ સંપર્કમાં આવ્યા છે. તેમને પુણ્ય પ્રભાવ પ્રસિદ્ધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com