________________
મામે હાર
૧૧૧ ૧
ચાતુમય પછી ફરી વિહાર કર્યો. દાદર વગેરે થઈ ભાઈદર, અગાસી, દહાણું થઈને ઘાલવડ પધાર્યા.
ઘોલવડમાં જૈન મંદિર તથા ઉપાશ્રયની જોઈએ તેવી સગવડ ન હોવાથી આગેવાને ઉપદેશ આપીને બન્ને ધર્મસ્થાને સગવડવાળાં કરાવ્યા. ઘાલવડથી વિહાર કરી અચ્છારી, વાપી, બગવાડા થઈ વલસાડ પધાર્યા. વલસાડના સંઘને આગ્રહ હોવાથી ત્યાં થોડીવાર સ્થિરતા કરી, વલસાડથી નવસારી થઈને સુરત પધાર્યા, સં. ૧૯૮૫ નું સાડત્રીસમું ચાતુર્માસ સુરતમાં કર્યું.
ચાતુર્માસ પછી ગ્રામોદ્ધારની દ્રષ્ટિથી સુરત જીલ્લાના ગામડાઓમાં ફરતા ફરતા કઠોર પધાર્યા, શ્રી સંઘના આગ્રહથી સં. ૧૯૮૬ નું આડત્રીસમું ચાતુર્માસ પન્યાસજી મહારાજે કહેરમાં કર્યું. આ ચાતુમાંસમાં પન્યાસજી મહારાજ હેવાથી આસપાસના ઘણા ભાઈ બહેને પયુષણ કરવા આવ્યા હતા. પર્યુષણ બહુ આનંદપૂર્વક થયાં. ઉપજ પણ ઘણી સારી થઈ પન્યાસજી મહારાજે ચાર ચાર અને પાંચ પાંચ ઉપવાસ એક એક પારણાને આંતરે ત્રણ માસ સુધી કરીને તપશ્ચર્યાની જવલંત ભાવના પ્રદર્શિત કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com