________________
વિનવિસરિ જીવન-પ્રજા
પ્રતિષ્ઠાના કાર્ય સંબંધી ત્યાંના શ્રાવકને માર્ગદર્શન આપ્યું. બધી જાતની તૈયારી કરાવી. સં. ૧૯૮૩ના વૈશાખમાં મંગળ મુહૂ પન્યાસજી મહારાજશ્રીના વરદ હસ્તે ધામધૂમપૂર્વક પ્રતિષ્ઠા કરાવવામાં આવી. સામટાના ભાઈ-બહેનોમાં આનંદ આનંદ છવાઈ રહ્યો.
પ્રતિષ્ઠા સમયે એક ચમત્કાર થયો. શેઠ કેસરીમલના ધર્મ પત્ની સ્થાનકવાસી ધર્મ પાળતા હતા. કેઈ કઈ વખત આપણા ચરિત્રનાયકના દર્શને જતા. દહેરાસર જવામાં તે તે પાપ માનતા હતા. એક દિવસ તેઓ વંદન કરવા આવ્યા. પન્યાસજી મહારાજશ્રીએ વીતરાગ ભગવાનનું સ્વરૂપ, મૂર્તિપૂજાના લાભ, ભગવાનની મનહર મૂર્તિના દર્શનથી આત્માની જાગૃતિ, પ્રાચીન સમયમાં પણ મૂતિઓનું વિધાન વગેરે એવી તે સચેટ શેલીમાં ઉપદેશ આપે કે શેઠ કેશરીમલજીના ધર્મપત્નીને અંતર આત્મા જાગી ઉો. ધર્મભાવના પ્રગટી ને એવી તે પ્રબળ ચિનગારી લાગી કે નૂતનશ્રાવિકા તરીકે પન્યાસજી મહારાજશ્રી પાસે પૂજાનું વ્રત લીધું એટલું જ નહિ પણ પ્રતિમાજીને પધરાવવામાં, શાંતિસ્નાત્રમાં અને સંઘજમણ વગેરે કાર્યોમાં રૂા. ૩૦૦૦) આશરે વાપર્યા. સામટાના ભાઈ–બહેને તો આ ચમકારજ લાગે, . કે પ્રતિષ્ઠાનું કાર્ય પૂર્ણ કરી પન્યાસજી મહારાજે સામટેથી વિહાર કરી પાલગઢ થઈને અગાસી, બેરીવલી, મલાડ, અંધેરી, શાંતાકુજ, દાદર, ભાયખલા થઈ મુંબઈ લાલબાગના ઉપાશ્રયમાં પથાય. સં. ૧૯૮૩ તથા ૧૯૮૪નાં પાંત્રીસ છત્રીસમાં ચાતુમસ મુંબઈમાં ક્ય. . .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com