________________
: ૧૨ ઃ
જિનધિરિ જીવન-પ્રભા નવકારશીની રજા આપી. બીજી દશ નવકારશી બીજા ભાઈઓ તરફથી લખાઈ ગઈ.
મહત્સવનું કાર્ય પૂબ આનંદપૂર્વક શરૂ થયું. અષ્ટોત્તરી ના કરવામાં આવ્યું આસપાસના હજારે ભાઇબહેનોએ પ્રતિકા-ઉત્સવને લાભ લીધે. સં. ૧૯૮૨ ને જેઠ શુદિ ૬ ના દિવસે પન્યાસજી મહારાજશ્રી ઋદ્ધિમુનિજીના મંગળ હસ્તે પ્રતિષ્ઠા કરવામાં આવી. શ્રી ડાહ્યાભાઈએ દ્રવ્ય પરથી મમતા ઉતારી ઉદારતાથી લક્ષમીને સદુઉપયોગ કર્યો. ભગવાનને ગાદીએ બેસાડવાને, ધ્વજાદંડ તથા કળશ ચઢાવવાને આદેશ લીધે. પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ આનંદપૂર્વક થયો. શ્રી ડાહ્યાભાઈએ આ પ્રસંગે રૂ. ૫૦૦૦૦) જેટલી મોટી રકમ ખરચી જીવન ધન્ય બનાવ્યું. નન્દરબારના ભાઈબહેનને ઉત્સાહ અને હતે. હજારે માણસે પ્રભુજીના દર્શન માટે ઉમટી આવ્યા હતા. જૈનશાસનને જય જયકાર થઈ રહ્યો હતે.
આપણા ચરિત્રનાયકના પ્રેરક વચનથી દરબાર જેવા અનાર્ય પ્રદેશમાં પણ ભારે ધમઉદ્યોત થયો. પ્રતિષ્ઠા પ્રસંગે રૂપીઆ એક લાખની તે ઉપજ થઈ. પ્રતિષ્ઠાનું કાર્ય નિવિને પૂર્ણ થયું.
પ્રતિષ્ઠા સમયે આવેલ વ્યારાના સુરત જીલ્લામાં પ્રસિદ્ધ શેઠ ચીમનાજી મેઘાજી તથા બીજા વ્યારાના આગેવાનોએ વ્યારાના ચાતુર્માસ માટે વિનતિ કરી. લાભાલાભની દષ્ટિએ પ્રતિષ્ઠા પછી પન્યાસજી મહારાજે વિહાર કર્યો વ્યારાના સાથે ઘણા જ ઉત્સાહ અને ઠાઠમાઠથી પ્રવેશ કરાવ્યો. સં. ૧૯૮૨ નું વીશમું ચાતુમાંસ પન્યાસજીએ વ્યારામાં કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com