________________
': ૧૬ :
જિનહિર જીવન-પ્રભા ટકા જેવા નાના ગામમાં પન્યાસજી પધાર્યા હેવાથી ગામના આબાલવૃદ્ધને આનંદ થયે. પન્યાસજીના ઉપદેશથી શ્રી લાડુબહેને દહેરાસર તથા ઉપાશ્રય માટે તેમના ટ્રસ્ટી શ્રી કાનાજી રાજાજી મારફત જૈન દહેરાસર તથા જેન ઉપાશ્રય કરાવ્યાં. ધમને ઉધોત થયા,
ટકેલથી વિહાર કરી ગણદેવી, ખાપરીયા, બીલ્લીમાર અને વલસાડ, થઈને પન્યાસજી મહારાજ પારડી પધાર્યા.
“કૃપાળુ! અમારા બગવાડા પ્રગણામાં તે અમે નામના જ જેનો છીએ. અમારા નાના ગામડાઓમાં મુનિરાજે ઓછા વિચરે છે. કોઈ સ્થિરતા તે કરતું નથી. જૈનધર્મ અને તેનું સ્વરુપ તથા ક્રિયાકાંડ વિષે અમને પણ ખાસ કાંઈ જ્ઞાન નથી તે અમારા બાળકને ધર્મના સંસ્કાર કયાંથી હાય!” અંબાચના શેઠ તારાચંદ જેતાજીએ પરિસ્થિતિ દર્શાવી.
“દયાસિંધુ! આપ અમારા બગવાડા પ્રદેશમાં પધારો અને અમારા ગામડાઓમાં રહેતા ભાઈબહેનેને ધર્મને બોધ આપી ધમમાગમાં જોડે.” શા કસ્તુરચંદ પ્રેમચંદે વિનતિ કરી.
સાહેબ મોટા શહેરોમાં તે મુનિરાજોને જગ હોય છે અને ત્યાંના શ્રાવકેને તે વ્યાખ્યાનવાણને લાભ મળ્યા જ કરે છે પણ અમારા ગામડાઓમાં તે ભલે વેપાર અને ભલું ઘર તપ-જપ-નિયમ, સમાયિક કશું જ થતું નથી. ઉ૫દેશના સિંચન વિના ધર્મસંસ્કાર કયાંથી આવે!” શા નેમચંદભાઈએ ગામકાઓની દશા જણાવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com