________________
ધર્મ-ઉદ્યોત
* ૧૦૩ ?
વ્યારામાં પર્યુષણ પર્વ કરવા માટે બહારગામના ભાઈ બહેને પણ આવ્યા હતા. ૧૮ અઠ્ઠાઈ ઉપરાંત તપશ્ચર્યાઓ ઘણું સારી થઈ તપસ્વીઓની ભક્તિ પણ સારી થઈ. લગભગ મહિને દિવસ તે ઉત્સવ ચાલ્ય.
પન્યાસજીના ઉપદેશથી વાલડવાળા શેઠ મોતીજી રાજાજી તથા બુહારીવાળા શેઠ ઉત્તમચંદ વીરચંદ તરફથી આ સુદિ ૧૦ થી ઉપધાન શરૂ થયાં. આસપાસના ગામના ઘણા બહેન ભાઈઓ પણ ઉપધાનમાં બેઠા. ઉપધાન આનંદપૂર્વક સમાપ્ત થયાં.
માળારોપણના ઉત્સવ પ્રસંગે જૈન શાસ્ત્રના નિષ્ણાત તથા અભ્યાસી વિદ્વાન શ્રી શેઠ કેશરીચંદ કલ્યાણંચંદ ઝવેરીએ ઉપધાનની તપશ્ચર્યા કરનાર ભાઈ બહેનને મંગળ આશીર્વાદ આપતાં જણાવ્યું કે વ્યારાના શ્રાવક ભાઈઓને ધર્મોત્સાહ પ્રશંસનીય છે. તમે ભાગ્યવંત છો કે જગત્ પૂજ્ય શ્રી મોહનલાલજી મહારાજના અનન્ય સેવાભાવી, દીર્ઘ તપવી પ્રશિષ્ય પન્યાસ શ્રી ઋદ્ધિ મુનિજી મહારાજની નિશ્રામાં આ ધર્મ ઉદ્યોત થઈ રહ્યો છે. તપસ્વી ભાઈ બહેનને ધન્ય છે કે આવું ઉજમાળ તપ સંપૂર્ણ કરી આજે તેઓ માળ પહેરવા ભાગ્યશાળી બન્યા છે. શ્રી કેશરીચંદભાઈએ એક એક શ્રીફળ તથા એક એક રૂપીયાની પ્રભાવના કરી
- -
- - -
-
-
-
V
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com