________________
શ્રી મોહનલાલજી જૈન-જ્ઞાનમંદિર
: ૮ : ઉપાશ્રયની સમીપમાં ભવ્ય મકાન બંધાવ્યું અને શ્રી મેહનલાલજી જૈન જ્ઞાનભંડાર જાહેર કર્યો.
ભંડારની સ્થાપના તે થઈ ગઈ, પરંતુ તેના નિભાવ માટે તથા સુવ્યવસ્થા માટે કોઈપણ જાતનું ફંડ નહોતું. અવ્યવસ્થાને લીધે કેટલાંક હસ્તલિખીત પુસ્તકે ચારાઈ પણ ગયાં. તેથી શ્રી નગીનદાસ કપુરચંદ ઝવેરીના સરળ સ્વભાવી સુપુત્ર શ્રી ફકીરચંદ નગીનચંદ ઝવેરીએ તે વખતે મારવાડમાં વિચ૨તા પન્યાસશ્રી હર્ષ મુનિજીને ભંડારની સુવ્યવસ્થા માટે સુરત પધારવા વિનંતિ કરી. ગુરૂભક્તિમાં સાવધાન વિદ્યાપ્રેમી પન્યાસજી શ્રી હર્ષમુનિજી ઘણે લાંબે વિહાર કરીને પરમપૂજ્ય ગુરૂવર્યના જ્ઞાનભંડારની સુવ્યવસ્થા કરાવવા સુરત પધાર્યા. પન્યાસજીને સુરતને પ્રવેશ સ્મરણીય હતા. શ્રી મોહનલાલજી જૈન જ્ઞાન ભંડારના કાર્યવાહકેને શ્રદ્ધા બેઠી કે પન્યાસજી મહારાજની પ્રેરણાથી ભંડારની વ્યવસ્થા સુંદર થશે. પણ કાળની ગતિ વિચિત્ર છે. માણસ ધારે છે શું અને થાય છે શું ! ન જાણે જાનકી નાથ! પ્રભાતે કિ ભવિષ્યતિ' પન્યાસજીએ પ્રવેશ કર્યો તે જ દિવસે તેઓ એકાએક બિમાર થઈ ગયા. શ્રીસંઘને ભારે ચિંતા થઈ પડી. માંદગીએ જોતજોતમાં ભયંકરરૂપ પકડ્યું. શ્રીસંઘના આગેવાનેએ પ્રસિદ્ધ પ્રસિદ્ધ વૈદ્ય-ડાકટરોને લાવીને અનેક ઉપચાર કર્યા પણ ટૂટીની બૂટી નહિ' તેમ ચાર જ દિવસમાં પન્યાસજીને સ્વર્ગવાસ થઈ ગયો. સૂરતના આબાલવૃદ્ધ ભારે ગમગીન બની ગયા. જૈનધર્મની ઉન્નતિના અનેક કાર્યો થવાની ધારણા નિષ્ફળ ગઈ..
આ વખતે આપણા ચરિત્ર નાયક પન્યાસજી મહારાજ શ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com