________________
શ્રી મોહનલાલજી જૈન-જ્ઞાનમંદિર
: ૮ : આ મહોત્સવ પૂરું થયા પછી વલસાડની વિનતિથી પન્યાસજી વલસાડ પધાર્યા. અહી શેઠ નાથાલાલ ખૂબચંદ કોઠારી તરફથી નવીન બંધાવેલ આલીશાન ઉપાશ્રય પાંચ દિવસને ઉત્સવ કરીને પન્યાસજી શ્રી ઋદ્ધિમુનિજીના શુભ હસ્તે ખુલ્લો મુકાવ્યું. વલસાડથી વિહાર કરી પન્યાસજી પાછા સુરત પધાર્યા. સં. ૧૯૭૭ નું ઓગણત્રીસમું ચાતુર્માસ ગેપીપુરામાં શ્રી મોહનલાલજી જૈન ઉપાશ્રયમાં કર્યું.
મણુ વંદામિ !' શેઠ ચુનિલાલ ગુલાબચંદ દાલીયાએ વંદણુ કરી.
ધર્મલાભ! હું તમને જ યાદ કરતે હતે. તમે તે પરમપૂજ્ય ગુરૂદેવ શ્રી મોહનલાલજી મહારાજના અનન્ય ભક્ત છે. તમારે એક કામ કરવાનું છે, પન્યાસજીએ દાલીયાજીને સૂચના કરી.
સાહેબ! આજ્ઞા ફરમાવે. મારાથી શક્ય હશે તે જરૂર કરીશ.”
તમે તે ભાગ્યશાળી છે. સરકારી જગલખાતાના રૂા. ૧૧૦૦) ના માસિક પગારના ઉચ્ચ અધિકારી પરથી નિવૃત્ત થયા છે. તમારા જેવા સેવાભાવી શ્રદ્ધાળુ આગેવાને તે સમાજને રિવણી આપી સમાજનું કલ્યાણ કરવું જોઈએ. અમારા દાદા ગુરૂના નામને આ આલીશાન જ્ઞાન ભંડાર કે સુંદર છે! તેના ગ્રંથરને અનુપમ છે. તે આપણે સાચે વારસે અને ઉત્તમ ખજાને છે. તેની અવ્યવસ્થા જોઇ મને પણ દુઃખ થયું. તમારા જેવા બે પાંચ ભાઈઓ મન પર લે તે સૂરતમાં તે જ્ઞાનની ગંગા વહેવડાવી ઘેરઘેર અને આબાલવૃદ્ધમાં જ્ઞાનના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com