________________
શ્રી મોહનલાલજી જન-જ્ઞાનમંદિર
આપણું પરમ પૂજ્ય ગુરૂવર્ય શ્રીમદ્ મોહનલાલજી મહારાજશ્રીના આ જ્ઞાનભંડારને માટે મારી થેડી જવાબદારી છે. તે માટે હું જ્ઞાન ભંડારના ટ્રસ્ટી તથા શ્રી સંઘની સાથે વાટાઘાટ કરીને તમને જણાવીશ.”
ગુરૂવર્ય! આપ જેમ કહેશે એમ અમારે તે મંજુર છે.”
હવે હું આ પર્યુષણ પર્વમાં સમય મેળવી વાતચીત કરી લઈશ. આપણે વિજયાદશમીને પ્રવેશ રાખીશું. તમે નિશ્ચિત રહેશો.”
ગુરૂમહારાજની મંજુરી મળવાથી અને ખૂબ ખૂબ આનંદ થયે. આપણા ચરિત્રનાયકે મુનિ રત્નશ્રી માણેકમુનિજીની સલાહ લીધી તથા ભંડારના કાર્યવાહકે સાથે પણ વિચારણા કરી. એ વિચાર કર્યો કે શ્રી મેહનલાલજી જ્ઞાનભંડારના મકાનમાં ઉપધાનની ક્રિયાઓ કરાવવી અને માળ વગેરેની ઉપધાન અંગેની બેલીની જે ઉપજ આવે તે ભંડારના નિભાવ ખાતામાં લઈ જવી.
પર્યુષણ પર્વમાં આ વિષે ગોપીપુરાના ઉપાશ્રયમાં શ્રી સંઘ સમક્ષ જાહેર કરવામાં આવ્યું કે આવતી વિજ્યાદશમીના દિવસે ગોપીપુરામાં આવેલા શ્રી મેહનલાલજી જૈન જ્ઞાન ભંડારના મકાનમાં ઉપધાનતપ શરૂ કરવામાં આવશે, અને તે ઉપધાનમાં માળ વગેરેની જે ઉપજ આવશે તે જ્ઞાનભંડારના નિભાવ ફંડ ખાતે લઈ જવામાં આવશે. તે પ્રસંગે શેઠ લાલુભાઈ હેમચંદ બરફીવાળા તથા શેઠ હીરાચંદ જીવણજીએ ઉભા થઈને શ્રી સંઘને જણાવ્યું કે ઉપરોક્ત રીતે અમારે ઉપધાન કરાવવાની અમારી ભાવના છે તે શ્રી સંઘ કૃપા કરી. અમને રજા આપે, તે જ વખતે સંઘ તરફથી શ્રી મોહન-'.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com