________________
• ૮૪
જિનછહિરિ જીવન-પ્રભા સં. ૧૯૭૫ ના વૈશાખ સુદ ૨ ને મંગળ દિવસે બને મારવાડી મુનિઓને પન્યાસજી મહારાજશ્રીએ દીક્ષા આપી. શ્રી ગુલાબચંદજીને પિતાના શિષ્ય તરીકે જાહેર કરી શ્રી ગુલાબમુનિ નામ સ્થાપન કર્યું. શ્રી ગિરધારીલાલજીને શ્રી ગુલાબમુનિના શિષ્ય તરીકે જાહેર કરી શ્રી ગિરિવર મુનિ નામ સ્થાપન કર્યું, શ્રી ગુલાબમુનિજી તે સેવામૂતિ બની ગયા. ગુરૂવર્યના અનન્ય પરમ પ્રિય ભકત અને શિષ્ય તરીકે આચાર્યપ્રવર શ્રીમદ્ છનઋદ્ધિસૂરીશ્વરજીના પ્રત્યેક શાસન ઉદ્યોતના અને ધર્મ પ્રભાવનાના કાર્યમાં જોડાજોડ રહ્યા. આચાર્યશ્રીની ઉગ્ર તપશ્ચર્યા તથા માંદગીમાં પણ ગુરૂદેવની છાયા તરીકે પાસેને પાસે જ રહ્યાં. ગુરૂદેવના સ્વર્ગવાસ સમયે ગુરૂ દેવે પરમ શાંતિપૂર્વક મહામૂલા આશીર્વાદ આપ્યા. આજે શાંતમૂર્તિ શ્રી ગુલાબ મુનિજી ગુરૂદેવને પગલે પગલે ગુરૂદેવને સંદેશ જનતામાં પહોંચાડી રહ્યા છે. ગુરૂદેવના જીવનને ઉજવળ કરી રહ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com