________________
નવાયાત્રા અને તપૃથર્યાં
ખંભાતની પૂજાની ટાળીના ભાઇ મહારાજશ્રીની સાથે આવ્યા. ખંભાતની આ પૂજાની ટોળી મશહૂર ગણાતી તેમાં ખભાતના નગરશેઠ વેણીભાઇ દીપચંદ્ર, માસ્તર દીપચંદ પાનાચંદ, ખ’ભાત સ્ટેટના નાજર શેઠ ખકારદાસ, શ્રી દલપતભાઈ નગીનદાસ ફોટાવાળા, શ્રી ભેગીલાલ મગનલાલ નાણાવટી, શ્રી ગાંડાભાઇ રતનચંદ, શ્રી રતનલાલ રણછેાડદાસ, શ્રી મણીલાલ જીવચ', શ્રી સાકરચંદ રાયચંદ્ર અને પારવાળની જ્ઞાતિના શેઠ શ્રી ભાગીલાલભાઇ હતા. આ ઉપરાંત ૧૫૦ ભાઇઓ પશુ સાથે હેતા. પન્યાસજી મહારાજના સાયમાના ટાળી સાથેના પ્રવેશ જોવા જેવા હતા. સાયમામાં પૂજાની ટોળીએ મનહર રીતે પૂજા ભણાવી, ઢેર ગુષ્યેા, ડાંડીયારાસ લીધા અને નાના ગામમાં આનંદ ઉત્સવ કર્યાં. સાયમાના ભાઇઓએ ભક્તિપૂર્વક બધાને જમાડયા. સાયમાંથી પન્યાસજી મહારાજ ટાળી સાથે જસન ગયા. ત્યાં પણુ સાયમાની માફ્ક આનંદ ઉત્સવ પૂજા જમણુ થયાં. ધમજ પણ એ રીતે પ્રવેશ-પૂજા-ડાંડીયા-ઢાર ગુ‘થવા તથા જમણુ થયાં. મહારાજશ્રીના વ્યાખ્યાનાના લાભ ખૂબ લેવાયા. ધમજથી ખભાતની ઢાળી મહારાજશ્રીના આશીવાંદ મેળવી ખંભાત ગઇ. આપણા ચરિત્રનાયક પેટલાદ, જમ્મુસર, ભરૂચ, સાયણ થઈને સુરત પધાર્યાં. સ. ૧૯૭૨ તુ ચોવીસમું ચાતુર્માંસ સુરતમાં શ્રી માહનલાલજી જૈન ઉપાશ્રયમાં આનંદપૂર્વક પૂર્ણ કર્યું.
A :
ચાતુર્માસ પૂર્ણ થયા પછી નવાપુરામાં શેઠ મગનભાઈ દેવચંદ તરફથી તૈયાર થયેલા નવીન ઉપાશ્રયમાં શેઠ દેવચંદ ભાઇની સુપુત્રી શ્રીમતી નૈમકુંવર તરફથી ઉપયાન કરાવ્યાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com