________________
જિનાહિરિ જીવન-પ્રભા
ઉપધાન સમાપ્ત થતાં અઈ મહત્સવ, વડે, સંઘ જમણ વગેરે શાસનન્નતિના કાર્યો થયાં.
સુરતથી વિહાર કરી પન્યાસજી મહારાજ સુરત જીલ્લાના ગામમાં વિહાર કરતા કરતા દહાણું તથા પાલગઢ થઈને મુંબઈ પધાર્યા. શ્રી લાલબાગના જૈન ઉપાશ્રયમાં સં. ૧૯૭૩ નું પચ્ચીસમું ચાતુર્માસ પૂર્ણ કર્યું.
આ માસમાં શેઠ બાબુભાઈ કલ્યાણચંદ ઝવેરી તથા શેઠ ભગવાનદાસ હરાચંદ ઝવેરી તરફથી ઉપધાન વહન કરાવ્યા. તથા લાલબાગમાં મહત્સવ કરવામાં આવ્યો. જુદા જુદા પરામાં થે સમય સ્થિરતા કરી વાલકેશ્વર થઈને પાછા લાલબાગમાં પધાર્યા અને સ. ૧૭૪નું છવીસમું ચાતુર્માસ પણ મુંબઈમાં કર્યું. * “સાહેબ! આપ તે તીર્થંધિરાજ શ્રી શત્રુંજયની નવાણું યાત્રા દઈ તપશ્ચર્યા સહિત કરી આવ્યા. અમારે ઘણે ભાવ હતો પણ તે સમયે કુટુંબ સહિત આવી શકાય તેમ નહોતું. હવે તે શું થાય !” ગુરૂભક્ત શેઠ ભગવાનદાસ હીરાચંદ ઝવેરીએ ભાવના દર્શાવી.
ભાગ્યશાળી ! તીર્થાધિરાજ શત્રુંજય જગતના તીર્થધામમાં અલૌકિક ચમત્કારી તીર્થ છે. તે યુગયુગથી આત્મશુદ્ધિ, આત્મશાંતિ અને આત્મકલ્યાણને દિવ્ય સંદેશ આપી રહ્યું છે. મને તે તીર્થભૂમિમાં જે પરમશાંતિ મળી છે તે ક્યાં મળે તેમ નથી. તમારા ભાવ હેય તે જરૂર નવાણું યાત્રા કરે. તમારે ગૃહસ્થીને તે સરળતા છે. આજે બેઠા ને કાલે સિદ્ધગિરિમાં” પન્યાસજી મહારાજે ભાવનાની પુષ્ટિ કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com