________________
નવાયાત્રા અને પશિયા
કૃપાળુ! આપશ્રીના ઉપદેશામૃતથી કુટુંબ સહિત નવાણું યાત્રાની ભાવના જાગી છે પણ આપશ્રીની નિશ્રામાં ૯૯ યાત્રા થાય તે તે અમારું પરમ કલ્યાણ થઈ જાય. એ કામના કેમ પૂરી થાય? કયાં મુંબઈ અને ક્યાં સિદ્ધક્ષેત્ર!” શ્રી ભગવાનઝવેરીએ પિતાની ઈચ્છા દર્શાવી.
ભગવાનભાઈ! વાત તે ખરી. તમારે ગૃહસ્થીને તે બીજે દિવસે પહોંચાય, પણ અમારે તે સમય લાગે. પણ તમારા કુટુંબની ભાવના હોય અને મારી જરૂર જણાતી હોય તે ચાલે હું પણ પાલીતાણા તરફ વિહાર કરૂં. તમે સુખેથી યાત્રાર્થે આવે અને તીર્થયાત્રાનો લાભ લઈએ. મને પણ ફરી ફરી દાદાની યાત્રાને લાભ મળશે.” પન્યાસજીએ પોતાની ભાવના પ્રગટ કરી.
ભગવાનભાઈ તે ખુશખુશ થઈ ગયા. મુંબઈ–મોહમયીમાંથી ગૃહસ્થીને નીકળાય નહિ. કાંઈને કાંઈ કામ-આવરણ આવ્યાજ કરે, વળી આવા ચારિત્રપાત્ર-દીઈ તપસ્વી પન્યાસજી મહારાજ કૃપાદૃષ્ટિથી પધારે તે તે બેડો પાર થઈ જાય. તેમણે પન્યાસજી પાસે તીર્થયાત્રા માટે પ્રતિજ્ઞા લીધી. પન્યાસ કરી મુંબઈથી વિહાર કરી વલસાડ, સુરત, ભરૂચ, કાવી, ખંભાત, ધોલેરા, વળા થઈને પાલીતાણા પધાર્યા. દરમ્યાન શેઠ ભગવાનદાસ ઝવેરી પિતાના આખા કુટુંબને લઈને પાલીતાણા આવી ગયા હતા.
પન્યાસજી મહારાજની સાનિધ્યમાં આનંદ ઉત્સાહ અને ભાવપૂર્વક આખા કુટુંબે શ્રી સિદ્ધગિરિની વિધિપૂર્વક નવાણ યાત્રા પૂર્ણ કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com