________________
ગુરૂદેવની સેવા
: જવું છે ભકિતને લાભ લઈ શિષ્યને ભૂરિભૂરિ અંતરના આશીર્વાદ આપ્યા હતા.
ક્રિયાપાત્ર, વયેવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, પરમપૂજ્ય, ગીવર, વચનસિદ્ધ, દરેક ગરછ તથા સંઘને માન્ય એવા સદગુરૂદેવની સેવાના ફળ સ્વરૂપ આપણા ચરિત્રનાયકને ગુરૂ કૃપા મળી અને ધર્મન્સમાજ શાસના કલ્યાણના અનેક કાર્યો દીર્ઘ દિક્ષાપર્યાયમાં કર્યો તે હવે પછીના પ્રકરણમાં આપણે જોઈશું.
આપણું ચરિત્રનાયક શ્રી ઋદ્ધિમુનિએ પહેલું સં. ૧૯૪૯નું ચાતુર્માસ પાલીતાણામાં ગુરૂવર્યની સાથે જ કર્યું. તેવી જ રીતે સં. ૧૫૦ નું ચાતુર્માસ સુરતમાં, ૧૯૫૧–૧૯૫૨ નું મુંબઈમાં. ૧૯૫૩ નું અમદાવાદમાં, ૧૫૪નું પાટણમાં અને ૧૯૫૫ નું ચાતુર્માસ સુરતમાં ગુરૂ મહારાજની સાથે અને તેમની સેવામાંજ કર્યા. સં. ૧૯૫૬ માં વલસાડના શ્રી સંઘની વિનતિથી પ્રતિષ્ઠા પ્રસંગે ગુરૂમહારાજની આજ્ઞાથી શ્રી ઋદ્ધિમુનિ સુરતથી વિહાર કરી નવસારી થઈને વલસાડ પધાર્યા. વલસાડમાં શા. ડાહ્યાભાઈ કેશુરજી તથા શા. મગનભાઈ રાયચંદ તરફથી જૈન મંદિરના ગોખલામાં પ્રભુ પ્રતિમાની પ્રતિષ્ઠા અડ્રાઈ–મહોત્સવ તથા શાન્તિસ્નાત્ર તથા આઠે દિવસના સંઘ જમણ બને ગૃહસ્થા તરફથી બહુ આનંદપૂર્વક થયાં. નાની ઉંમર હેવા છતાં આપણું ચરિત્રનાયકે ગુરૂદેવની કૃપાથી બધા ઉત્સવ કાર્યો શાંતિપૂર્વક કરાવ્યા અને સંઘને આનંદ આનંદ થઈ રહ્યો. ઉત્સવ બાદ પાછા ગુરૂમહારાજની સેવામાં સુરત આવી પહોંચ્યા. વલસાડના ધમ ઉદ્યોતના કાર્યોની સફળતા જાણી ગુરૂવયે પણ ધન્યવાદ અને પ્રેરણા આપ્યાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com