________________
પાંચ પ્રતિષ્ઠા-મહેન્સ
છે ૬૧
ભાગ્યશાળી ! તમે તે ગુરૂદેવના અનન્ય ભક્ત છે. તમારે ત્યાં આવ્યા સિવાય કંઈ ચાલશે ! તમે નિશ્ચિંત રહે. અમે છેડા રેજમાં ત્યાં આવી પહોંચશું.” આપણું ચરિત્રનાયકે સંમતિ આપી.
મહારાજશ્રી સણથી વિહાર કરી સુરત પધાર્યા. સુરતમાં આપશ્રીનું સુંદર સામૈયું કરવામાં આવ્યું. ગુરૂદેવ શ્રી મોહનલાલજી મહારાજશ્રીના પરમ ભક્ત શ્રી શેઠ દલીચંદભાઈએ તેમના પૂજ્ય પિતાશ્રીના કલ્યાણ અર્થે આઠ દિવસને અઠ્ઠાઈમહોત્સવ કર્યો. સંઘજમણપૂર્વક શ્રી શામળા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા નવાપુરાના જૈન મંદિરના સેંયરામાં ધામધૂમપૂર્વક કરવામાં આવી. જૈન શાસનને જયજયકાર થઈ રહ્યો.
મહારાજશ્રી જે ઉપાશ્રયમાં ઉતર્યા હતા તે જીર્ણ થઈ ગયું હતું તેથી મહારાજશ્રીએ તે ઉપાશ્રયને સગવડવાળે વિશાળ બનાવવા ઉપદેશ આપે અને નવાપુરાના શેઠ મગનભાઈ દેવચંદની ધર્મપત્ની શ્રીમતી સૂરજબહેને રૂ. ૧૫૦૦૦) ખર્ચ જાહેર રસ્તા ઉપર બે માળને સુંદર ઉપાશ્રય કરાવ્યા.
મહારાજશ્રી સુરતથી વિહાર કરી રાંદેર થઈ ઓલપાડ પધાર્યા. અહીંનું મંદિર પણું જીણું થઈ ગયેલું હોવાથી તેને પણ જીર્ણોદ્ધાર કરાવ્યે. અહીંથી વિહાર કરી મહારાજ શ્રી સુરત પધાર્યા, સુરત શેઠ દલીચંદ વીરચંદ તથા શેઠ કૃષ્ણ જોધાજી વગેરે આગેવાનોના આગ્રહથી સં. ૧૯૬૪ નું સેળયું ચાતુર્માસ સુરતમાં નવાપુરાના ઉપાશ્રયે કર્યું.
પાંચ પાંચ પ્રતિષ્ઠા કરાવીને આખા પ્રદેશમાં આપણા ચરિત્રનાયક વિશેષ પ્રસિદ્ધ થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com