________________
દ્વિહન તથા પંન્યાસપદવી
માંડવગઢ તીર્થમાં સારું મુહૂર્ત જોઈને ગુરુવર્ય પન્યાસજી મહારાજશ્રી યશોમુનિએ શ્રી ઋદ્ધિમુનિ આદિ ૪ મુનિવરેને ઉત્તરાધ્યયન સૂત્રના ગદ્વહનને આરંભ કરાવ્યું. માંડવગઢથી વિહાર કરી ઈન્ટર, દેવાસ, મકસતીર્થ, સારંગપુર, ખ્યાવરા થઈને ગૂણા પધાર્યા. ત્યાં શ્રી ગુમાનમુનિજી આવી મળ્યા. તેમને પણ ગોદ્વહનમાં પ્રવેશ કરાવ્યું. ગૂણાથી વિહાર કરી શિવપુરી થઈને ગ્વાલીયર, લશ્કર પધાર્યા અને સિંધીયા નરેશના ખજાનચી શેઠ નથમલજી ગુરછાના આગ્રહથી પોતાના ગુરૂમહારાજની છત્રછાયામાં આઠ મુનિરાજોના સમુદાય સાથે શ્રી ઋદ્ધિમુનિજી મહારાજનું સં. ૧૯૬પ નું સત્તરમું ચાતુર્માસ ગ્વાલીયરમાં થયું. ચાતુર્માસ બાદ પાંચે સાધુઓના ૪૫ આગમના ગદ્વહન પૂરા થવાથી સંવત ૧૯૬૬ ના માગશર શુદિ ૩ ના દિવસે પં. શ્રી યમુનિએ શ્રી ગુમાનમુનિ, શ્રી ઋદ્ધિમુનિ તથા શ્રી કેશરમુનિને પન્યાસપદવી તથા શ્રી રત્નમુનિ અને શ્રી ભાવમુનિને ગણી પદવી ધામધૂમપૂર્વક અર્પણ કરી. આ પ્રસંગે શેઠ નથમલજી ગુલેરછાએ આઠ દિવસને મહત્સવ કર્યો હતે.
પન્યાસ શ્રી અદ્વિમુનિ ગ્વાલીયરથી વિહાર કરી મને, ધળપુર, આગ્રા થઈ જયપુર પધાર્યા. ભક્તજનોની વિનતિથી સં. ૧૯૬૬ નું અઢારમું ચાતુર્માસ જયપુરમાં કર્યું. પચાસજી મહારાજશ્રીએ જયપુરમાં ૮૧ આયંબિલની દીર્ઘતપશ્ચર્યા કરી. સંઘના આબાલવૃદ્ધ ગુરૂવર્ય ઋદ્ધિમુનિજી મહારાજશ્રીની ત્યાગ અને તપની જવલંત ભાવનાથી મુગ્ધ થયા૮૧ આયંબિલની તપશ્ચય કર્યા છતાં પન્યાસજી મહારાજને ખૂબ શાતા રહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com