________________
ગોહન તથા પન્યાસપદવી
( ૧૨ ) રતલામ શહેરથી રાવબહાદુર શેઠ ચાંદમલજી કટાવાળા. ગુરૂદેવ પન્યાસજી મહારાજ શ્રી યશમુનિજીની પ્રેરણાથી શ્રી માંડવગઢ તીર્થને સંઘ કાઢવાના છે તે સમાચાર મળવાથી આપણા ચરિત્રનાયકની ભાવના સ્થાવર તીર્થરુપ શ્રી માંડવગઢ અને જંગમ તીર્થસ્વરૂપ શ્રી ગુરૂદેવના દર્શનની થઈ અને ચાતુર્માસ બાદ સુરતથી વિહાર કરી કઠોર, માંગરોળ, ઝગડીયા, ડાઈ, છોટાઉદેપુર, અલીરાજપુર, કુકસી, રાજગઢ, અને ધાર થઇને માંડવગઢ પધાર્યા. ગુરુદેવના દર્શન અને મિલનથી અરસપર્સ ખૂબ આનંદ થયે માંડવગઢ તીર્થની યાત્રા કરી આત્મશાંતિ અને ઉલ્લાસ મળ્યાં..
સુરતના પ્રદેશમાં પાંચ પાંચ પ્રતિષ્ઠા કરાવી તથા આસપાસના પ્રદેશમાં ધર્મ પ્રભાવના કર્યાના સમાચાર જાણ ગુરૂવર્ય શ્રી યમુનિજીને આપણા ચરિત્રનાયક માટે ખૂબ સંતોષ થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com